જૂનાગઢના પાદરીયા ગામમાંથી ડ્રીપ ઇરિગેશનની પાઇપની આડમાં મળ્યો લાખોનો દારૂ
તાલુકાના પાદરીયાની સીમમાં એલસીબી પોલીસે દરોડા પાડી ટ્રકમાં ડ્રીપ ઇરિગેશન પાઇપની આડમાં છુપાયેલા 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર બે ભાઇઓ તથા અન્ય શખ્સો નાસી છુટ્યા હતા. એલસીબીએ બે ટ્રક અને એક મેટાડોર મળી કુલ 41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી નાસી ગયેલા બુટલેગરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ : તાલુકાના પાદરીયાની સીમમાં એલસીબી પોલીસે દરોડા પાડી ટ્રકમાં ડ્રીપ ઇરિગેશન પાઇપની આડમાં છુપાયેલા 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જ્યારે બુટલેગર બે ભાઇઓ તથા અન્ય શખ્સો નાસી છુટ્યા હતા. એલસીબીએ બે ટ્રક અને એક મેટાડોર મળી કુલ 41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી નાસી ગયેલા બુટલેગરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ તાલુકાના પાદરીયામાં રહેતા નગા સરમણ રબારી તથા તેના ભાઇ અલ્પેશ સરમણ રબારીએ પોતાના સાગરિતો સાથે મળી લોકડાઉનના સમયમાં દારૂનો મોટો જથ્થો મંગાવી ખેતરે જુદા જુદા વાહનોમાં કટીંગ કરતા હોવાની એલસીબીને બાતમી મળી હતી.
જેના આધારે એલસીબી દ્વારા સોમવારે રાત્રે પાદરીયાની સીમમાં દરોડો પાડ્યો હતો. જો કે તે સમયે કોઇ હાજર ન હતું. પરંતુ વાહનો પડ્યાં હતા. જેમાં તે સમયે ત્યાં કોઈ હાજર ન હતું પરંતુ વાહનો પડયા હતા. જેમાં (GJ-12-W-0354), (GJ-13-W-0879), નંબરની દુધની ડેરીની બોગી, (GJ-27-TT- 0257 )નંબરનું મેટાડોર પડયુ હોવાથી તેમાં તપાસ કરતા દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું હતું.
રાત્રીનો સમય હોવાથી સ્થળ પર દારૂની ગણતરી કરવી મુશ્કેલ હોવાથી તમામ વાહનો એલસીબી કચેરી ખાતે લાવી તપાસ કરતા ટ્રકમાં ડ્રીપ ઇરીગેશનના પાઇપના 60 બાંધા હતા. તે ઉતરી તપાસ કરતા એક પતરા વડે બનાવેલું ખાતું હતું. દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેના અંતે ત્રણેય વાહનમાંથી 21.78 લાખની કિંમતનો પાંચ હજાર 328 બોટલ દારૂ મળ્યો હતો. પોલીસે કુલ 41.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube