સૌની યોજનાની પાઇપમાં ભંગાણ પડતા લાખો લિટર પાણીનો વેડફાટ
રાજકોટનાં આટકોટ પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. ભંગાણ પડતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે. આટકોટના ગુંદાળા રોડ પર આવેલી નર્મદા અંતર્ગત સૌની યોજના લાઇનમાં ભંગાણ પડ્યું હતું. આ લાઇનમાંથી પાણીના ફુવારા છુટતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.
રાજકોટ : રાજકોટનાં આટકોટ પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. ભંગાણ પડતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે. આટકોટના ગુંદાળા રોડ પર આવેલી નર્મદા અંતર્ગત સૌની યોજના લાઇનમાં ભંગાણ પડ્યું હતું. આ લાઇનમાંથી પાણીના ફુવારા છુટતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 1300ને પાર, નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા
જો કે આટકોટના ગુંદાળા રોડ પર સૌની યોજનાની લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર લાખો લિટર પાણી વહી ગયું હતું. જો કે કલાકો સુધી તંત્રએ પણ પાણી બંધ કરવાની દરકાર લીધી નહોતી. જેના કારણે વિસ્તારમાં જળ ભરાવ થતા સ્થાનિકોને મુશ્કેલી પડી હતી. આસપાસના વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube