દીવ : નાતાલના મિની વેકેશન દરમિયાન જુદા જુદા પર્યટન સ્થળોએ પ્રયકોનો ધસારો જોવા મળી રહ્યો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી ચાલી રહી છે. જેના કારણે દીવમાં પર્યટકોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. જો કે પર્યટકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ભરપુર તૈયારીઓ ચાલુ કરવામાં આવી ચુકી છે. આ ઉજવણીમાટે અનેક રિસોર્ટ અને અનેક પ્રકારનાં આયોજન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે વાહનોનાં ભારે જામને કારણે લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા બસ સ્ટેશન રોડથી બંદર રોડ સુધીનો રસ્તો વન વે કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદ: ચાર ઇસમો પત્રકાર પર દંડો લઇને તુટી પડ્યાં અને...
31ની ઉજવણી અંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે પોલીસ તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે. ટ્રાફીક પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. દીવનાં વિવિધ સ્થળો ખાસ કરીને નાગવા બીચ, ઐતિહાસિક કિલ્લો અને અન્ય પર્યટન સ્થળો આકર્ષણનું કેન્દ્ર છે. જેથી આ સ્થળ પર પર્યટકોનો સૌથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube