ગોંડલ : શહેરના રાજનગરમાં રહેતા અને બેકરીનો ધંધો કરતા યુવાને વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા. જો કે પાંચ જેટલા વ્યાજખોરોએ 10 ટકા મુજબ વ્યાજ વસૂલી લઈ વધુ વ્યાજની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ વ્યાજખોરો દ્વારા તેનું જીવન દુષ્કર બનાવી દેવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર માટે પડકાર હતો, જેને અધિકારીઓ પણ ન ઉકેલી શક્યા તે 10 પાસે ઉકેલી નાખી


પ્રાપ્ત વિગતો મુજબ રાજનગરમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે હરભોલે બેકરી નામે દુકાન ચલાવતા મુકેશ ઠાકુરદાસ વસાણીએ શહેરના નયન જગદીશભાઈ બતાડા રહે વોરાકોટડા રોડ બાપા સીતારામ નગર, કેતન ઉર્ફે કે કે કાળુભાઈ ડાંગર રહે ગોકુળિયા પરા વાળા ફાટક પાસે, જગદીશ ઉર્ફે જગો વસંતભાઈ ચાવડીયા રહે યોગી નગર શેરી નંબર ૨ હવેલી ની બાજુમાં, સાગર રાજુભાઈ જાટીયા રહે ગીતાનગર મેલડી માતાજીના મંદિર પાસે તેમજ જયરાજ કેસુરભાઈ ભેડા રહે વાડાસડા વાળાઓ પાસેથી રૂપિયા 5,85,000 રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. જો કે સમયસર વ્યાજ અને રકમ ભરતા પણ હતા. પરંતુ લાલચુ વ્યાજખોરો દ્વારા વધુ વ્યાજની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી મુકેશના પિતા ઠાકૂર ઉદાસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 384 387 504 506 2 તેમજ 114 તથા gujarat money lenders act 2011 ની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


પીપળાના પાન પર અદ્ભુત કલાકૃતિ, આ સુરતીના ટેલેન્ટની દુનિયા છે પાગલ


વ્યાજખોરોએ યુવાન પાસેથી બે બે કોરા ચેક લઈ લીધા હતા. એક વ્યાજખોરે તો મુકેશના નામે બ્રેઝા કાર છોડાવી લીધી હતી. અને તેની પાસે રૂપિયા 15500 નો માસિક હપ્તો પણ ભરાવતો હતો. મોબાઈલ ફોન ઉપર અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળેલા વેપારીએ આખરે પોલીસમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube