સુરત : શહેરના વેસુ કેનાલ રોડ પર SMC દ્વારા આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન 159 કિંમત રૂપિયા 3.18 લાખની કિંમતનાં ચોરીને ભાગી ગયા હતા. ઇલેક્ટ્રીક થાંભલા પર ચડીને ચોરી કરનાર બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા છે. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા 500 જેટલી લાઇટો લગાવી છે. જે પૈકીની 159 લાઇટો અને અન્ય સાધનોની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT ના આ જિલ્લા જેવી તૈયારી હોય તો કોરોના તો શું કોઇને ટાઢીયો તાવ પણ ન આવે


વેસુ કેનાલ રોડ ખાતે જી.ડી ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનિક વોક વે એન્ડ ગાર્ડનમાં એલઇડી ઉપરાંત ડેકોરેટીવ લેટરન એલઇડી લગાવાઇ છે. એસએમસી દ્વારા 500 એલઇડી ડેકોરેટીવ લાઇટો લગાવી હતી. જે પૈકી 3.18 લાખની કિંમતની 159 નંગની ચોરી થઇ હતી. જેની જાણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટરને થતા તત્કાલ જ દોડી ગયો હતો. ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 


AHMEDABAD માત્ર 2 હજાર રૂપિયાની ઉઘરાણી માટે બિહારી મજૂરે શેઠનું ઢીમ ઢાળી દીધું


ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તત્કાલ તપાસ આદરવામાં આવી હતી. આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવતા બે યુવકો બાઇક પર ચોરી કરીને જતા દેખાઇ રહ્યા છે. બાઇકનો નંબર GJ-05-FG-8161 હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. જો કે હાલ તો સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આ ચોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube