અમદાવાદ : ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ ઉઘાડા પડતા જઇ રહ્યા છે. એટીએસને કમર ગની જ આ કેસમાં મહત્ત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. હત્યા કેસની તપાસમાં ATSની તપાસમાં કમર ગનીની બેંક ડિટેલ્સમાં પણ ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ ટુંક જ સમયમાં જોડાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલાનાએ 2021માં બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. 11 લાખથી વધુ રૂપિયા હતા અને એમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ઘટસ્ફોટ થયા મુજબ, ઈદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રિપુરામાં UAPA હેઠળ કેસ નોંધાયો તો તેના વકીલને પણ 1.50 લાખ એમાંથી આપ્યા હતા.


હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા, એની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં એની શંકાના આધારે હવે ED પણ આ મામલે તપાસમાં જોડાશે.આ મુદ્દે કમર ગનીનો મોબાઈલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. દિલ્હીના મૌલાના કમર ગની, અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા.


આ અંગે હવે સોશિયલ મીડિયા મહત્વની કડી સાબિત થશે. ગુજરાત એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમર ગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્ત્વનાં છે. કમર ગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે FSLને ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેમાંથી હવે જે ડેટા રિકવર થશે, એના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમર ગનીના તાર ક્યાં સુધી ઘૂસેલા છે એ જાણવા મળશે.