દાહોદ: સરકારી શાળાનો શિક્ષક બન્યો બુટલેગર, લાખોનો દારૂ અને બિયરનો જથ્થો મળ્યો
દાહોદ જિલ્લામાં શિક્ષક જ બુટલેગર બન્યો છે. શિક્ષક દ્વારા જ દારૂ અને બિયરની હેરાફેરીની ઘટના સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદનાં ફતેપુરા તાલુકાનાં મોટાનટવા ગામમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકે પોતાનાં ઘર અને ખેતરમાં બે લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે. હોળીનાં તહેરાવ નિમિત્તે દારૂ અને બીયરનો જથ્થો શિક્ષકે ઘરમાં અને ખેતરમાં દાટી રાખ્યો હતો. સુખસર પોલીસ દ્વારા વિદ્યાના ઉપાસકનું આ હિન કૃત્ય જોઇને ચોંકી ઉઠી હતી.
દાહોદ : દાહોદ જિલ્લામાં શિક્ષક જ બુટલેગર બન્યો છે. શિક્ષક દ્વારા જ દારૂ અને બિયરની હેરાફેરીની ઘટના સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદનાં ફતેપુરા તાલુકાનાં મોટાનટવા ગામમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકે પોતાનાં ઘર અને ખેતરમાં બે લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે. હોળીનાં તહેરાવ નિમિત્તે દારૂ અને બીયરનો જથ્થો શિક્ષકે ઘરમાં અને ખેતરમાં દાટી રાખ્યો હતો. સુખસર પોલીસ દ્વારા વિદ્યાના ઉપાસકનું આ હિન કૃત્ય જોઇને ચોંકી ઉઠી હતી.
ભાજપના કોર્પોરેટર પર ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર, પોલીસ દોડતી થઇ
સુખસર પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના જાંબુડી ફળીયામાં રહે છે. પ્રાથમિક શાલાનાં શિક્ષક સરદારભાઇ હકલાભાઇ બામણીએ પોતાનાં ઘરમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમી મળી હતી. જેના પગલે પોલીસ દ્વારા દરોડા પાડીને શિક્ષકનાં ઘર અને ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ખેતરમાં દાટેલા 2.04 લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી શિક્ષકની પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube