અલ્પેશ સુથાર/મહીસાગર :જળ સેવા એ જ પ્રભુ સેવા કહેવતને સાર્થક કરતો કિસ્સો મહીસાગરના બોરવાઈ ગામમાં સામે આવ્યો છે. આ ગામમાં ફક્ત પાંચ રૂપિયામાં ઠંડુ મિનરલ પાણી મળે છે. ગામના લોકોનું સ્વાસ્થય સુધારવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 


મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સજોડે આર્ય સમાજના યજ્ઞ કુંડમાં આહુતિ આપી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોરવાઈ ગામ વિસ્તારની આજુબાજુના ગામ લોકોને નદી કૂવા કે બોરનું પાણી કોઈ પણ પ્રકારની પ્રોસેસ વગર સીધુ જ પીવા માટે ઉપયોગ કરતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ફક્ત રૂપિયા 5 માં 20 લીટર ઠંડુ મિનરલ પાણી આપી ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.  



ખાનપુર તાલુકાના બોરવાઈ ગામે છેલ્લા સાત વર્ષથી સમસ્ત ગામ લોકો એક થઈ સમિતિ બનાવી ગામ લોકો દ્વારા ભવાની શંકર મિનરલ વૉટર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. ગામમાં દરેકને મિનરલ વૉટર મળી રહે તેવા ઉમદા હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મહિને પ્લાન્ટનો જે ખર્ચ નીકળે તે જ મુજબ લોકો પાસેથી રૂપિયા લેવામાં આવે છે. માત્ર 5 રૂપિયામાં 20 લીટર પાણી ગામ લોકોને આપવામાં આવે છે. જો આ પાણી અન્ય મિનરલ પ્લાન્ટમાં લેવા જઈએ તો 25 થી 30 રૂપિયા ચૂકવવા પડે છે. 


ધનુષે રજનીકાંતની દીકરીને કેવી રીતે પટાવી હતી? એક અફવાથી તેની આખી જિંદગી બદલી ગઈ હતી


બોરવાઈ ગામે વોટરવોક્સ તેમજ પાણી પુરવઠાનું પાણી આવે છે. પરંતુ દૂષિત પાણી હોવાથી પાણીજન્ય રોગોથી બચવા માટે આ મિનરલ વૉટર પ્લાન્ટ ચાલુ કરી પાણી આપવામાં આવી રહ્યું છે અને આ પ્લાન્ટનો લાભ આજુબાજુના લોકો પણ લે છે. સસ્તું મિનરલ પ્લાન્ટનું પાણી લેવા લોકો બોરવાઈ ગામે આવે છે. 



આ વિશે ગામના સરપંચ પિયુષભાઈએ જણાવ્યું કે, મોટાભાગના રોગ દૂષિત પાણીને કારણે થાય છે. તેથી અમે આ યોજના બનાવી છે. જેથી ગામમાં પાણીજન્ય રોગો અટકે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે. 


સતત ચોથા દિવસે સસ્તુ થયું પેટ્રોલ, જુઓ તમારા ખિસ્સાના કેટલા રૂપિયા ઓછા થશે


મોટાભાગના રોગ દૂષિત પાણીથી થતા હોવાથી જો અન્ય ગામના લોકો દવારા જો આવી સુંદર પાણી ની યોજના જો ગામડે ગામડે બનવવામાં આવે તો  પાણીજન્ય રોગો થતા અટકે અને લોકો નું સ્વાસ્થ્ય જળવાઈ રહે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :