સુરતઃ પાણી સૌ કોઈની પ્રાથમિક જરૂરિયાત છે, આપણે જો મિનરલ વોટર પીવાનો આગ્રહ રાખીએ છીએ, મિનરલ વોટર શુદ્ધ હોવાનો થાય છે. તમે તમારા ઘરમાં કે પછી દુકાન પર મિનરલ વોટરની બોટલો મંગાવતા હશો...પરંતુ શું તમને ખબર છે કે તમે જે પાણી મંગાવો છો તે એકદમ શુદ્ધ છે?...મિનરલ વોટરની બોટલ મંગાવતા પહેલા હવે વિચાર કરજો...કારણ કે શુદ્ધના નામે તમને અશુદ્ધ પાણી મળી રહ્યું છે...જુઓ આ ખાસ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિનરલ વોટર સો ટકા શુદ્ધ હોય છે?
તમે પણ મંગાવો છો મિનરલ વોટર?
શુદ્ધના નામે મળે છે અશુદ્ધ પાણી!
બજારમાંથી મિનરલ વોટર મંગાવતા ચેતજો!
સુરતમાં મિનરલ વોટરના નમૂના ફેઈલ


આપણે સૌ ઘર કે પછી દુકાનમાં મિનરલ વોટર મંગાવીએ છીએ...બજારમાં મિનરલ વોટરનો ધંધો કરતાં અનેક વેપારીઓ છે, દરેક શહેર અને ગામડામાં પ્લાન્ટ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મિનરલના નામે વેચાણ થતાં પાણી ખરેખર મિનરલ હોય છે ખરાં?...અમે આપને એટલા માટે કહી રહ્યા છીએ કે સુરત મહાનગરપાલિકાએ શહેરના કેટલાક પ્લાન્ટમાંથી મિનરલ વોટરના નમૂના લીધા હતા...જેમાંથી 9 નમૂના ફેઈલ ગયા છે...એટલે કે પાણી પીવાલાયક નથી.


આ પણ વાંચોઃ કાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, આ કલાકારો 7 દિવસ સુધી લોકોને મનોરંજન કરાવશે


સુરત શહેરના વિવિધ ઝોનમાંથી 14 સ્થળેથી પાલિકાની ટીમે મિનરલ વોટરના સેમ્પલ લીધા હતા...આ તમામ સેમ્પલની તપાસ બાદ સામે આવ્યું છે કે 14માંથી 9 નમુના ફેઈલ ગયા છે...હવે ફેઈલ ગયેલા નમૂનામાં શું સામે આવ્યું તે પણ તમે જાણી લો....તો  પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાનો ખુલાસો થયો છે, PH મૂલ્ય જરૂરી કરતાં નીચે જોવા મળ્યું તથા ક્લોરાઈડ અને હાર્ડનેસની માત્ર નિયત કરતાં ઓછી જોવા મળી...એટલે આ પાણી પીવા લાયક નથી...આવું પાણી પીવાથી જાતભાતના રોગ થઈ શકે છે...જેમાં ઝાડા-ઉલટી, હાડકાની બીમારી સહિતનો સમાવેશ થાય છે.


તપાસમાં શું સામે આવ્યું? 
પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાનો ખુલાસો 
PH મૂલ્ય જરૂરી કરતાં નીચે જોવા મળ્યું 
ક્લોરાઈડ અને હાર્ડનેસની માત્ર નિયત કરતાં ઓછી
પાણી પીવા લાયક નથી
આ પાણી પીવાથી જાતભાતના રોગ થઈ શકે 
ઝાડા-ઉલટી, હાડકાની બીમારી થઈ શકે છે


પાણી આપણા સૌની પ્રાથમિક જરૂરિયાત છે. મહાનગર હોય કે પછી નાના શહેરો...આ તમામ જગ્યાએ મિનરલ પાણીના નામે મોટો ધંધો ધમધમે છે. રોજ કરોડો લીટર પાણી લોકો પીવે છે. સુરતમાં તો તપાસ કરી ત્યારે મિનરલ વોટરનું સત્ય સામે આવ્યું...પરંતુ એવા ઘણા શહેરો છે જ્યાં તપાસ જ થતી નથી...ત્યારે આવી તમામ જગ્યાએ ચેકિંગ થવું જોઈએ. અને જો ગુણવત્તામાં ખરા ન ઉતરનારા પ્લાન્ટ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે પાણી જ શરીર માટે સર્વસ્વ હોય છે...