નવી દિલ્હી : થોડા મહિના પહેલા ઓરિસ્સામાં સ્નિફર ડોગ્સ અને મેટલ ડિટેક્ટર્સે મોર્નિંગ ડ્રિલ પર નિકળેલા સીઆરપીએફ જવાનો એક શક્તિશાળી લેન્ડમાઇનથી બચાવી લીધા હતા. એક અભ્યાસ અનુસાર છેલ્લા 17 વર્ષમાં મિલિટરી જવાનો સહિત 3700થી વધારે લોકો લેન્ડમાઇન પર પગ પડી જવાનાં કારણે મરી ચુક્યા છે. જો કે હવે આગળ આવું નહી થાય અને અમોલ જીવન બચાવી શકાશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસરોએ પોલર સેટેલાઇટ લોન્ચ વેહીકલ (PSLV) સી-43 દ્વારા 31 સેટેલાઇટને સફળતાપુર્વક લોન્ચ કર્યા છે. તેમાં ભારતનો હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ (HySIS)નો પણ સમાવેશ થાય છે. આ અંતરિક્ષમાં 600 કિલોમીટરથી પણ વધારે ઉંચાઇથી લેન્ડમાઇન મેપિંગ કરવામાં સક્ષમ હશે. 

તેનો કેમેરા એટલો શક્તિશાળી છે કે તે કિચડ કે બરફ પર ટાયરનાં નિશાન, સ્વસ્થ તથા ખરાબ પાકમાં ફરક અને જમીનમાં છુપાયેલા ખનીજોને પણ શોધી શકે છે. અત્યાર સુધી અમેરિકા અને ચીન જેવા કેટલાક દેશો પાસે જ આ ટેક્નોલોજી હતી. જેના કારણે તેઓને અનેક ફાયદા હતા. આઇઆઇટી મદ્રાસનાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર ઉદય ખાણકોજેએ જણાવ્યું કે, નિયર ઇન્પ્રારેડ ઓ શોર્ટવેબ ઇન્ફ્રારેડ ક્ષમતાવાળા હાઇપરસ્પેક્ટ્રલ કેમેરા માટીમાં 5 સેમી અંદર સુધી જોઇ શકે છે. 

HySIS કેમેરા વિજિબલ અને નીયર ઇન્ફ્રારેડ પર કામ કરશે. જેની વેબલેંગ્થ 400 અને 1400 નેનોમીટરની વચ્ચે હશે. તેની શોર્ટવેબ -ઇન્ફ્રારેડ વેબલેંથ 1400 અને 3000 નેનોમીટરની વચ્ચે હશે. HySIS જમીનનો અભ્યાસ કરનારા હાલનાં તમામ સેટેલાઇટથી સારૂ છે અને તે વધારે સ્પષ્ટ તસ્વીર આફે છે. સેટેલાઇટ એક્સપર્ટ અને ઇસરોનાં પૂર્વ ચેરમેન એએસ કિરણ કુમારે જણાવ્યું કે, મનુષ્યની આંખ લાલ, લીલા અને વાદળી રગંનું કોમ્બિનેશ જ જોઇ શકે છે. હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં કોઇ પણ બે રંગની વચ્ચે રહેલા રંગોની ઓળખ કરી શકે છે, તેની તસ્વીર પણ લઇ શકે છે. 

HySIS કેમેરો ધરતી પર રહેલા 55 અલગ અલગ રંગોની ઓળખ કરી શકે છે. તેનો અર્થ થયો કે તે માટી, તેની નીચે દબાયેલી વસ્તુઓ, એટલે સુધી કે જમીનની નીચે મેટલ અને મિનરલ્સની પણ ઓળખ કરી શકે છે. સંશોધન અનુસાર તે જીવિત અને મૃત છોડમાં ફરક કરી શકે છે. જો કે બીજી તરફ તે સિંથેટિક અપાર્ચર વાળા સેટેલાઇટની જેમ અંધારામાં નહી જોઇ શકે. સુર્યપ્રકાશમાં તેની જોવાની ક્ષમતા એક મીટર સુધીની વસ્તુઓ જોઇ શકવાનાં ક્ષમતા જેટલી હશે. 

1જેના કારણે તે સર્વેલન્સ ઉપરાંત ખેતી, ફોરેસ્ટ્રી, કોસ્ટલ જોન પર નજર, ધરતી નીચે પાણી, માટી અને અન્ય જિયોલોજીકલ એન્વાયરમેન્ટની દ્રષ્ટીએ પણ મદદગાર હશે. નેશનલ કોસ્ટલ રિસર્ચ લેબોરેટરીનાં એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, તે સેટેલાઇટ વોટર ક્વોલિટીનાં સ્ટડીની સાથે સાથે કિનારાનાં મેંગ્રોવ્સનાં મેપિંગ પણ કરી શકશે. 

આ સેટેલાઇટમાં ડિટેક્ટર આરે ચિપ અમદાવાદનાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેને ચંડીગઢનાં સેમી કંડક્ટર લેબોરેટરીએ બનાવી છે. આ ચિપ 1000*66 પિક્સલને રીડ કરી શકે છે. અમેરિકા અને ચીન જેવા અમુક દેશો જ પોતાના સેટેલાઇટમાં આ ટેક્નોલોજી વાપરે છે.