જો તમે કે તમારા પરિવારજન રિક્ષામાં કરતા હો મુસાફરી તો આ સમાચાર છે મહત્વના
રિક્ષામાં વારંવાર મુસાફરી કરતા હો તો બજેટમાં કરવો પડશે વધારો
ગાંધીનગર : જે વ્યક્તિ નિયમિત રીતે રિક્ષામાં પ્રવાસ કરતી હશે તેમના માટે એક ખરાબ સમાચાર આ્વ્યા છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં રિક્ષાનું મિનિમમ ભાડું 20 ટકા વધારી દેવામાં આવ્યું છે જેના કારણે હવે રિક્ષામાં પ્રવાસ કરતી વ્યક્તિ્એ બજેટમાં વધારો કરવો પડશે. આ સિવાય રિક્ષાના કિલોમીટર દીઠ ભાડામાં પણ વધારો કરાયો છે. હવે રિક્ષાનું મિનિમમ ભાડું 12 રુપિયાથી વધીને 15 રુપિયા થઈ ગયું છે.
રિક્ષામાં થયેલા ભાડાના વધારા પછી પ્રત્યેક કિલોમીટર દીઠ લેવાતું ભાડું આઠ રુપિયાથી વધારીને 10 રુપિયા કરી દેવાયું છે. રિક્ષાના ભાડામાં થયેલા આ ભાવવધારા પગલે પ્રવાસીની દલીલ છે કે સીએનજી રિક્ષા ચલાવવાનો તો ખર્ચ પણ ઘણો ઓછો આવે છે અને આવામાં ભાડું વધારવાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થશે.
મધ્યપ્રદેશે ગુજરાતને એક મોટી વસ્તુ આપવાની પાડી દીધી ચોખ્ખી ના
રિક્ષાચાલકોનું કહેવું છે કે, સીએનજીના ભાવોમાં અવારનવાર વધારો થયા બાદ તેઓ ભાડાંમાં વધારાની લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. છેલ્લા 4 વર્ષથી ભાડાંમાં કોઈ વધારો નથી થયો. આ વખતે પણ મિનિમમ ભાડામાં માત્ર 3 રુપિયાનો વધારો કરાયો છે જે યોગ્ય નથી.