સ્વતંત્રતા દિન સમારોહમાં મંત્રી બચુ ખાબડની જીપ લપસી, નીતિન પટેલને ગણાવ્યા દેશના ગૃહમંત્રી
આજે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલમાં 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કાશ્મીરની કલમ 370ને બદલે 170 બોલ્યા હતા. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :આજે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચમહાલમાં 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કાશ્મીરની કલમ 370ને બદલે 170 બોલ્યા હતા. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા.
200 વર્ષ પહેલા ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનનો ઈતિહાસ બદલાયો હતો, આજે પણ જાળવી છે પરંપરા
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના બે સપૂતો વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના 7૦ વર્ષના વિકટ પ્રશ્ન એવા 170ની કલમ રદ કરીને સમસ્યા હલ કરી છે. આમ, તેઓ કાશ્મીરની 370ની કલમની જગ્યાએ 170ની કલમ બોલ્યા હતા. તો આટલેથી તેઓ અટક્યા ન હતા. મીડિયા સાથેના સંબોધનમાં પણ તેમની જીપ લપસી હતી. તેમણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા. આમ, સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં એકવાર નહિ, પણ બે-બે વખત મંત્રી બચુભાઈ ખાબડ ખોટું બોલ્યા હતા.
કચ્છ મેં યે નહિ દેખા તો કુછ નહિ દેખા, ચોમાસામાં જીવંત થયો કચ્છનો નાયગ્રા ફોલ
73માં સ્વાતંત્ર્ય દિવસની પંચમહાલ જિલ્લા કક્ષાની શહેરા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે ધ્વજ વંદન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લાના પદાધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યાં હતા. સ્વંતત્રતા દિવસ પર સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરાયું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :