સંદીપ વસાવા/માંડવી: ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીની મોસમ ખીલવાની છે. ત્યારે અત્યારથી નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. મંત્રી કુંવરજી હળપતિ ફરીવાર ગુસ્સામાં જોવા મળ્યા છે. મંત્રી કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી વિરોધીઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું નિવેદન આપ્યું છે. માંડવી ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત દરમ્યાન આ નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સનાતન ધર્મ તમારા બાપોના પણ બાપ છે,સંતો સીમા છોડી દેશે પછી ધોતિયા પકડીને ભાગતા નહીં'


ફરીવાર મંત્રી કુંવરજી હળપતિ ગુસ્સે ભરાયા હતાં. માંડવી ખાતે આર.એન્ડ બી દ્વારા અદ્યતન સર્કિટ હાઉસના લોકાર્પણ દરમિયાન ગુસ્સે જોવા મળ્યા હતા. થોડા દિવસ અગાઉ માંડવી ઘંટોલી ગામે કળશ યાત્રા નીકળી હતી. જે દરમ્યાન ત્યાં વીજ ટ્રાન્સફર બળી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના કોંગ્રેસ સમર્થીત સરપંચે અંજામ આપ્યો હોવાનો આરોપ કરાયા હતા. 


પાકિસ્તાન સામેની મેચમાં ભારતની જીત પાક્કી : રોહિતને મળશે ગુજરાતી 'કેપ્ટન'નો સાથ


ત્યારે ઘટનાને વખોડતાં કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતિએ ગુસ્સા સાથે નિવેદન આપ્યું હતું. ઘટનામાં સામેલ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશ, તેમજ આવા સરપંચને બરતરફ કરી ઘર ભેગો કરવાનો છું. કોંગ્રેસ, આપ, કે બી.ટી.પીને સાખી લેવાના નથી, કોઈનાથી ડરવાનું નથી. આપણે બંગડી પહેરી નથી. કાર્યકરો તમે આગળ વધો તેમ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું. 


ભારત-પાક મેચ અંગે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, ખાસ જાણો