ગુજરાતના પોલીસ સ્ટેશનમાં `નો રિપિટ થીયરી` નું અમલીકરણ શરૂ; ગૃહરાજ્યમંત્રીના આદેશથી આખું પોલીસ સ્ટેશન ખાલી!
ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું છે. ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાં થઈ રહ્યા હતા. ઉઠામણામાં પોલીસ કર્મીઓની શંકાસ્પદ ભૂમિકા હતી. જેના કારણે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લઈને PI સહિત આખા સ્ટાફની બદલી કરી નાંખી હતી.
ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં પોલીસમાં સ્ટેશનમાં નો રિપિટ થીયરીનું અમલીકરણ શરૂ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જેમાં જે તે બદનામ પોલીસ સ્ટેશનનો આખે આખો સ્ટાફ બદલાવવાનો સિલસિલો સુરતથી ચાલું થયો છે. સુરતથી ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવવાની શરૂઆત કરતા સલાબતપુરાના 104 પોલીસકર્મીઓની એકાએક બદલી કરી નાંખવામાં આવી છે.
ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું છે. ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાં થઈ રહ્યા હતા. ઉઠામણામાં પોલીસ કર્મીઓની શંકાસ્પદ ભૂમિકા હતી. જેના કારણે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લઈને PI સહિત આખા સ્ટાફની બદલી કરી નાંખી હતી. જાણવા મળી રહ્યું છે કે આજે હર્ષ સંઘવી કાપડ વેપારીઓ ટેલી કોન્ફરન્સ કરશે.
'1 કિલો પતંગની દોરીનું ગૂંચડું આપી જાવ અને ફ્રીમાં ભારોભાર નાસ્તો લઈ જાવ', આ ઓફરથી લાઈનો લાગી!
સુરત ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાંમાં વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે. પહેલીવાર એક પોલીસ સ્ટેશનમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફની બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.
વર્લ્ડકપ માટે વડોદરાની યાસ્તિકા ભાટિયાની પસંદગી, એરપોર્ટ પર આપ્યો મહત્ત્વનો સંદેશ
નોંધનીય છે કે ખુદ પોલીસ બેડામાં જ ચર્ચા છે કે સલાબતપુરા પોલીસે સાત યુવકને ઢોર માર માર્યો હતો, જે મામલે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી. કોર્ટમાં માત્ર એક પ્રતિવાદીને ત્રણ વાર મહેતલ અપાઈ છતાં જવાબ રજૂ કર્યો ન હતો, જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને સલાબતપુરાના 4 પોલીસ કર્મીને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે આ તવાઈ આવી હોવાની પોલીસ બેડામાં જ ચર્ચા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube