Gujarat Elections 2022 બુરહાન પઠાણ/આણંદ : ચૂંટણી આવે એટલે નેતાઓમા નવુ નવુ જોવા મળે છે. મતદારોને રીઝવવા નેતાઓ મેદાને પડે છે. રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. જેઓ સ્થાનિક ઉમેદવારો માટે મત માંગવા અપીલ કરે છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આણંદમાં આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કાફલો રોકીને આણંદની ફેમસ પાણીપુરીનો આસ્વાદ માણ્યો હતો. તેઓએ કારમાંથી ઉતરીને મન ભરીને પાણીપુરી ખાધી હતી. તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. તેમણે આજે આણંદમા મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાર્યક્રમથી નીકળ્યા બાદ તેમણે આણંદમાં જ એક પાણીપુરીના સ્ટોલ પર પોતાનો કાફલો રોકાવ્યો હતો. તેમણે કારમાંથી ઉતરીને સામાન્ય માણસની જેમ પાણીપુરી ખાધી હતી. ગુજરાતની પાણીપુરીનો સ્વાદ તેમની દાઢે વળગ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ અવારનવાર જોવા મળે છે. સ્મૃતિ ઈરાની અગાઉ આવ્યા ત્યારે પણ પાણીપુરી ખાધી હતી. 



ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીના મેદાનમાં સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી છે. 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20 થી વધુ સભાઓ કરશે. તો આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સામેલ છે.