Rajkot News નરેશ ભાલિયા/જેતપુર : જસદણ તાલુકાના એક ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. જેમાં 13 વર્ષની સગીરા પર કૌટુંબિક ભાઈ અને કૌટુંબિક કાકાએ અવારનવાર દુષ્કર્મ આચારી સગીરાને ગર્ભવતી બનાવી હતી. પરંતું તેના કરતા પણ મોટું પાપ એક ડોક્ટરે કર્યું. સગીરાએ પુત્રને જન્મ આપતા ડોકટરે તેનું નવજાત બાળક વેચી નાખ્યું હતું. ત્યારે માનવ તસ્કરી બદલ કમળાપુરના શ્રીજી ક્લિનિકના ડોક્ટરની ધરપકડ કરીને એક આરોપી સગીર સાથે બીજા બે આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણ તાલુકાના એક ગામે 13 વર્ષની સગીરા પર કૌટુંબિક સગીર ભાઈ અને કાકાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. સાથે સગીરા ગર્ભવતી થતા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે ડોક્ટરે શિશુ વેચી નાંખ્યું હોવાનો આક્ષેપ છે. આ અંગે ફરિયાદ નોંધાતા જસદણ પોલીસે અને તેમની ટીમે દુષ્કર્મ આચરનાર સગીરાના બે કૌટુંબિક સગા અને કમળાપુરમાં શ્રીજી ક્લિનિક નામે હોસ્પિટલ ચલાવતા ડો. ઘનશ્યામ રાદડિયાની ધરપકડ કરી છે. એક આરોપી સગીર હોવાથી તેની અટકાયત હજુ કરવામાં આવી નથી. 


વિદ્યાર્થીએ વાંચવાને બદલે કાપલીમાં કરી મહેનત, ચંપલના સોલમાં ખાનું બનાવી કાપલી છુપાવી


આ બનાવથી જસદણ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જસદણ પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની ભોગ બનનાર દીકરી 13 વર્ષ 5 મહિનાની છે. એકાદ વર્ષ પહેલાં તેની દીકરીને આરોપી કૌટુંબિક કાકા અને કૌટુંબિક ભાઈએ એમ ત્રણ આરોપીએ બળજબરી કરી હતી. સગીરાએ વિરોધ કરતા તારા નાના ભાઈને મારી નાખીશું. તેવી આરોપીઓએ ધમકી આપી હતી. 


આરોપીઓ કૌટુંબિક સગા હોઈ આસપાસમાં જ રહેતા હતા. તેઓ રાત્રી દરમિયાન સગીરાના ઘરે ધાબા પરથી આવતા અને જે પછી અવાર નવાર એ જ રીતે દુષ્કર્મ આચરતા હતા. એવામાં સગીરા ગર્ભવતી થતા પરિવારજનોને જાણ થઈ હતી. સાડા આઠ મહિને સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા કમળાપુરના શ્રીજી ક્લિનિક નામના દવાખાનમાં ખસેડવામાં આવી હતી. પોણા બે મહિના પહેલા 13 વર્ષની દીકરીએ પુત્રને જન્મ આપ્યો હતો. 


સંઘર્ષનું બીજું નામ એટલે બબીતા : પુરુષોના વ્યવસાયમાં એન્ટ્રી કરી રીક્ષા ચલાવે છે


આ તરફ આરોપીઓ પણ કુટુંબના જ હોવાથી સગીરાના પરિવારજનો અને કુટુંબના લોકોએ સમાજમાં બદનામી થશે તેવા ડરે વાતને દબાવી દીધી હતી, અને એવું સમાધાન થયું હતું કે દુષ્કર્મ આચરનાર ત્રણે આરોપીને ગામ છોડીને જતું રહેવાનું અને ક્યારે ગામમાં દેખાવાનું નહિ. આ પછી આરોપીએ ગામ મૂકીને અન્ય જગ્યાએ જતા રહ્યા હતા. જોકે થોડા પહેલા પરત ગામમાં આવી આરોપીએ સગીરાના ઘર સામે રહેતા માથાકૂટ થઈ હતી, અને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું હતું. 


શ્રીજી ક્લિનિકના ડો.ઘનશ્યામ રાદડિયાને નવજાત શિશુ આપી દેવામાં આવ્યું હતું. ડોક્ટરે આ શિશુ કોઈને વેચી દીધું હોવાનો આક્ષેપ છે. સમગ્ર બનાવ સામે આવતા જસદણ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આઇપીસી 376, 370 અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડોકટર સામે બાળકને વેચી નાખવાનું એટલે કે માનવ તસ્કરીનો ગુનો ગણવામાં આવ્યો છે. હાલ આરોપી ડોકટર અને 21 વર્ષીય કૌટુંબિક કાકા, 20 વર્ષીય કૌટુંબિક ભાઈની ધરપકડ કરી છે. એક સગીર આરોપી છે જેની ઉંમર આશરે 16 વર્ષ છે. તેની સામે બાળ અદાલતમાં કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 


હજી કેટલી ગ્રીષ્મા બનશે! સુરતમાં ફરી જાહેરમાં પ્રેમીએ પ્રેમિકા સાથે ખૂની ખેલ કર્યો


સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત : શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા