પગના દુખાવાનો જાદુઈ ઉકેલ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બને છે ખાસ પ્રકારના શૂઝ સોલ
Miracle Shoes : સિવિલ હોસ્પિટલમાં તૈયાર થતા શૂઝ સૉલના કારણે તમે શરીરના જુદા જુદા ભાગોમાં થતા દુખાવાથી રાહત મેળવી શકો છો અમદાવાદ
Ahmedabad Civil Hospital સપના શર્મા/અમદાવાદ : સામાન્ય રીતે મોટી ઉંમરના લોકો સાથે હવે યુવા વર્ગમાં પણ પગના દુખવા અને કમરના દુખાવાની ફરિયાદ ઉઠી રહી છે. આ પાછળનું એક કારણ આપણી બદલાતી જીવનશૈલીની સાથોસાથ આપણી ચાલવાની ખોટી રીત પણ હોઈ શકે છે. દરેક વ્યક્તિની ચાલવાની રીત જુદી જુદી હોય છે. આપણી ચાલવાની પદ્ધતિના કારણે શરીરના જુદા જુદા ભાગ ઉપર પ્રેશર પડતું હોય છે અને આ પ્રેશરના કારણે કમર ઉપર પણ પ્રેસર પડે છે અને દુખાવો થાય છે. ત્યારે આનો ઉપાય છે યોગ્ય સાઈઝના શૂઝ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ છે. અહીં પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ ડિપાર્ટમેન્ટના તબીબો આ સમસ્યા સામે સ્પેશિયલ સૉલ બનાવી આપે છે. આ સૉલ દર્દીના પગના પ્રોપર મેજર અને અલાઇમેન્ટ લઇને બનાવવામાં આવે છે જેથી પગના તળિયાના ભાગે શરીરનું આખુ વજન સરખા પ્રમાણમાં વેચાઈ જતા કોઈ એક પાર્ટ ઉપર વધુ પ્રેસર આવતું અટકે છે અને દર્દીને જુદા જુદા ભાગોમાં થતા દુખાવા સામે રાહત મળે છે.
ગુજરાતમાં ચકચાર મચાવે તેવી ઘટના બન્યા બાદ મોરબીની રાણી બાને પકડવા કલેક્ટરને ફરિયાદ
કેટલા સમય સુધી સૉલ ચાલે છે?
સ્પાઈન વિભાગના ડાયરેક્ટર પિયુષ મિત્તલ કહે છે કે, સામાન્ય રીતે આ સૉલ આપડે દૈનિક ઉપયોગમાં પહેરતા શૂઝના સૉલ જેવા જ હોય છે પણ તેની ગુણવત્તા અને શરીરનો ભાર સહેવા અને ચાલવાની અલાઇમેન્ટ સુધારવા માટે કેટલાક ભાગ ઉપસાવવામાં આવે છે. જેથી ચાલવામમાં ખુબ રાહત મળે છે.
જન્મજાત જે બાળકોના પગ ત્રાસ હોય તેમની માટે પણ મદદરૂપ
સ્પાઈન વિભાગના એચઓડી મિથિલેશ સોની કહે છે કે, સામાન્ય રીતે ઘણા બાળકોના પગ નાનપણથી ત્રાસા હોય છે જેથી તેમને ચાલવામાં કે દોડવામાં રાહત રહેતી નથી. અહીં બાળકો માટે તેમની સમસ્યા મુજબ એવા પણ સૉલ બનાવી આપવામાં આવે છે જેથી તેમને ચાલવા અને દોડવામાં મદદરૂપ થાય.
ગુજરાત સરકારના આ વિભાગમાં બમ્પર નોકરી નીકળી, ધોરણ10 અને 12 પાસ કરી શકશે એપ્લાય