અમદાવાદ : હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં મોટા પ્રમાણમાં કેરીઓ જોવા મળી રહી છે. જોકે કેરી વિશે અધુરી જાણકારી હોવાના કારણે ડાયેટ કોન્શિયલ લોકો તેને પોતાના ભોજનમાં સ્થાન નથી આપતા જે સાવ ખોટી છે. ચાલો, જાણીએ કેરી વિશેની સાવ ખોટી ત્રણ ગેરમાન્યતાઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. કેરી ખાવાથી વધે છે વજન - કેરી ખાવાથી વજન વધવાનો કોઈ પુરાવો નથી. આ ફળ એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપુર છે.  આનાથી મેટાબોલિઝમ સુધરે છે. આમ, કેરી ખાવાથી વજન ઘટે છે પણ વજન વધવાની વાત ખોટી છે. કેરીમાં મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે અને એ ખાવાથી વારંવાર ભુખ નથી લાગતી તેમજ વજન પણ ઓછું થાય છે. 


મારુતિએ આપ્યા ગ્રાહકોને ખુશખબર, હરીફ કંપનીઓની બગડી જશે હાલત


2. કેરી ખાવાથી વધે છે શરીરનું તાપમાન - કેટલાક લોકોમાં ધારણા હોય છે કેરી ખાવાથી શરીરનું તાપમાન વધે છે પણ આ વાત પણ સાચી નથી. કેરી એક કુલિંગ ફળ છે. કેરી ખાતા પહેલાં એને ઠંડા પાણીમાં એકથી દોઢ કલાક પલાળીને રાખી દો. આના કારણે આમમાં રહેલું ફાઇટિક એસિડ ઓગળી જાય છે જે શરીરનું તાપમાન વધારવા માટે જરૂરી છે. 


3. કેરી ખાવાથી થાય છે ખીલ - મોટાભાગના લોકો માને છે કે કેરી ખાવાથી ચહેરા પર ખીલ થાય છે. આ વાત સાવ ખોટી છે. કેરીમાં કેરોટિન નામનું તત્વ હોય છે જે ત્વચાને બેદાગ તેમજ ચમકદાર બનાવે છે. આમ, કેરી ખાવાથી ખીલ થવાની વાત બિલકુલ સાચી નથી.