સુરતઃ શહેમાં અસામાજીત તત્વોના આતંક વધી રહ્યો છે. ગોમતીપુર પોલીસ ચોકીમાં અજાણ્યા શખ્શોએ તોડફોડ કરી છે. ત્યારબાદ એક યુવકને માર મારવામાં આવ્યો છે. શહેરમાં હથિયારો સાથે ફરતા શખ્સોના વીડિઓ વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિઓ હાલમાં વાયરલ થયો છે. જેમાં યુવકો પિસ્તોલ સાથે ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. 


બુધવારે સુરતના ગોમતીપુર પોલીસ ચોકીમાં અજાણ્યા શખ્સો ધસી આવે છે. ત્યારબાદ તેઓ પોલીસ ચોકીમાં તોડફોડ કરે છે. તેમણે પોલીસ ચોકીમાં મોનિટર સહિત સીપીયુમાં તોડફોડ કરી હતી. જેનાથી પોલીસ ચોકીમાં આશરે 20 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારબાદ પોલીસે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ ચોકીમાં તોડફોડ કરીને આ ઈસમો ત્યાંથી નાશી જાય છે. ત્યારબાદ એક યુવકને માર મારે છે.