સિવેજની સફાઇ માટે ઉતરેલા 3 શ્રમજીવી ગુમ, વિશાળ ખાડો ખોદીને તમામને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે બપોરના સમયે દર્દનાક ઘટના બની હતી. સિવરેજ લાઇનની સફાઇ માટે અંદર ઉતરેલા ત્રણ શ્રમજીવીનું ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પ્રકારનાં સેફ્ટીના સાધનો વગર જ ઉતારવામાં આવ્યા હતા. હાલ ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. દાદરાનગર હવેલીના સેલવાસ નજીક ડોકમરડી વિસ્તારમાં સિવેજની સફાઇ માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું.
વલસાડ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે બપોરના સમયે દર્દનાક ઘટના બની હતી. સિવરેજ લાઇનની સફાઇ માટે અંદર ઉતરેલા ત્રણ શ્રમજીવીનું ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ પ્રકારનાં સેફ્ટીના સાધનો વગર જ ઉતારવામાં આવ્યા હતા. હાલ ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. દાદરાનગર હવેલીના સેલવાસ નજીક ડોકમરડી વિસ્તારમાં સિવેજની સફાઇ માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું.
VADODARA: દેશનો સૌપ્રથમ રોડ સોલાર પ્રોજેક્ટ, 14 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરશે
કોન્ટ્રાક્ટર દ્વારા સિવેજની સફાઇ માટે મજુરોને ઉતારાયા હતા. જો કે મજુરો અંદર ગુમ થઇ ગયા હતા. જેના કારણે કોન્ટ્રાક્ટર દોડતો થયો હતો. ફાયરને જાણ કરતા ફાયર તંત્ર પણ દોડતું થયું હતું. ફાયર વિભાગ દ્વારા શોધખોળ છકા મજુરો નહી મળતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સિવરેજ લાઇનની બાજુમાં જેસીબીની મદદથી ખોદકામ ચાલુ કરાયું હતું. વિશાળ ખાડો ખોદીને ચાર કલાકની જહેમત બાદ કમનસીબે ત્રણેય શ્રમજીવીનાં મોત નિપજ્યાં હતા.
મહત્વનો નિર્ણય: લોકડાઉન દરમિયાન નિયમોનો ભંગ કરનાર આ લોકો વિરૂદ્ધ થયેલા કેસોને પાછા ખેચાશે
ત્રણેજ શ્રમજીવી ગોધરા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા સિવેજની સફાઇ માટે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપાઇ હતી. સામાન્ય રીતે સિવેજની સફાઇ માટે સેફ્ટી સાધનોની જરૂરિયાત હોય છે. અહીં શ્રમજીવીઓને કોઇ પણ જાતના સેફ્ટીના સાધનો આપ્યા વગર જ સફાઇ માટે ઉતારી દેવામાં આવ્યા હતા. હાલ ત્રણેય શ્રમજીવીઓનાં મૃતદેહો મળ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામના મૃતદેહો પીએમ અર્થે હોસ્પિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube