સપના શર્મા/અમદાવાદ :હરિહરાનંદ બાપુ વડોદરા પહોંચ્યા છે. નાસિકથી હરિહરાનંદ બાપુને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા. વડોદરામાં હરિહરાનંદ બાપુને આવકારવા સંતોનો જમાવડો થયો હતો. હરિહરાનંદ બાપુને નાસિકથી પરત લાવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે બંધબારણે તેમની પૂછપરછ શરૂ કરી છે. જો હરિહરાનંદસ્વામી તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાની માહિતી અને પુરાવા આપશે તો પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર દિવસથી ગુમ થયેલા જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ આખરે મળી ગયા છે. 30મી એપ્રિલે વડોદરાથી રહસ્યમય રીતે ગુમ થયેલા હરિહરાનંદ બાપુ મહારાષ્ટ્રના આશ્રમ પાસેથી મળ્યા છે. આશ્રમના એક સેવકને હરીહરાનંદ બાપુની ભાળ મળી હતી, જે હાલ હરીહરાનંદ બાપુને વડોદરા લાવી રહ્યા છે. તો આ તરફ હરીહરાનંદ બાપુ મળી જતાં પોલીસને હાશકારો થયો છે. બાપુ છેલ્લે વડોદરા હાઈવે પર સીસીટીવી કેમેરામાં દેખાયા હતા. જેના આધારે પોલીસ તપાસ કરી રહી હતી. બાપુ મળી જતા હવે કેટલાક રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે. આ મામલે વડોદરા પોલીસે ભારતી આશ્રમ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી હતી, જેમાં પરમેશ્વર ભારતી, 2 સેવક અને ડ્રાઈવર સહિત 9 લોકોના નિવેદન લીધા હતા.


હરીહરાનંદ બાપુ મહારાષ્ટ્રના નાસિકથી મળી આવ્યા છે. નાસિકમાં એક ટેક્સીમાંથી બાપુ સહી સલામત મળી આવ્યા છે. વજુભાઈ મકવાણા નામના સેવક બાપુને નાશિક લેવા ગયા છે. ત્યારે બાપુ થોડીકવારમાં વડોદરા આવી પહોંચશે. બીજી તરફ બાપુના ગાયબ થવામાં રાજકીય દબાણ હોવાનુ સામે આવ્યુ છે. સરખેજ ભારતી આશ્રમના સંત યદુનંદ ભારતી સ્વામીએ આ વિશે કહ્યુ કે, હુ હરિહરાનંદ બાપુનો સેવક છું. બાપુએ મને આશ્રમની જવાબદારી સોંપી હતી. હરિહરાનંદ બાપુને ધાક ધમકી આપવામાં આવતી હતી. ત્રણ ધારાસભ્યો અને એક સાંસદ હરિહરાનંદ બાપુને ધમક આપતા હતા. ઋષિ બાપુ સાથે સમાધાન કરવા માટે બાપુને દબાણ કરતા હતા. અનેક વખત સરખેજ આશ્રમમા પણ ધારાસભ્યો અને સાંસદ આવ્યા હતા. ઋષિ બાપુને ધારાસભ્યો અને સાંસદ સમર્થન કરી રહ્યા છે.


તો બીજી તરફ, હરિહરાનંદ બાપુના ગુમ થવા પર જે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પર આક્ષેપ કરાયા તે આક્ષેપ તેઓએ નકારી કાઢયા છે. તેમણે કહ્યું કે, જો મારો કોઈ પણ જગ્યાએ વાંક હશે તો હું આશ્રમ છોડીને ચાલ્યો જઈશ. ઉપરાંત સરખેજ સ્થિત આવેલા આશ્રમની જમીનનો વિવાદનો નવો ફણગો ફૂટ્યો છે, જેમાં ખોટું વિલ બનાવ્યો હોવાનો આક્ષેપ ઋષિ ભારતી બાપુ પર કરાઈ રહ્યો છે. જે મામલે તેઓએ જણાવ્યું કે, ભારતી બાપુએ વર્ષ 2010 માં આ આશ્રમ મારા નામે કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2019 માં બીજું એક વિલ બનાવાયું હતું, જેમાં પણ મારા નામનો ઉલ્લેખ છે જે મેટર હાલ સબ જ્યૂડીશયલ છે. કોર્ટના નિર્ણયની રાહ આશ્રમ સંચાલકો જોઈ રહ્યા છે.


આ સમગ્ર મામલે હરિહરાનંદ બાપુ જ્યારે આવશે ત્યારે ખુલાસા થશે. હવે હરિહરાનંદ સ્વામી પોલીસ સમક્ષ શુ ખુલાસા કરે છે તે જોવું રહેશે.