દેવોની ભૂમિમાં ગુજરાતની એકમાત્ર કુંવારિકા નદીને કરાશે સજીવન, સાબરમતી બનશે સરસ્વતી
Saraswati River : સરસ્વતી નદીમાં જળસંચયના શુભ કામ કરવાનું કાર્ય સવજી ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે.. સરસ્વતી નદી ત્રણ મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે
Reservoir Operation In Saraswati River : ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે. જેનો ઉલેખ્ખ આપણાં વેદોમાં પણ છે. આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે. જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળસંચયના શુભ કામ કરવાનું કાર્ય સવજી ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બની રહ્યા છીએ.
પતિઓના પાપની સજા રાજકોટની બે મહિલા કોર્પોરેટરને મળી, ભાજપે બંનેને સસ્પેન્ડ કર્યાં
ભારત વિશ્વ ગુરુ બને તેવા આપણે સપના જોતા હતા. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થવા લાગ્યા છે. આપણો આ વિસ્તાર ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવે છે. હિન્દુસ્તાનનો સુવર્ણ ઇતિહાસ પાટણની પ્રભુતામાં જોઈ શકાય છે, એવું કહેવામાં સહેજ પણ અતિશક્તિ નથી કે ઉત્તર ગુજરાત આધ્યાત્મિકતાની ધરતી છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિરમાં હવન સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે સરસ્વતી નદી અંગે ચર્ચા થઈ હતી. જેથી આજે ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરીનો શુભારંભ થયો છે જે આપણા સૌ માટે આનંદની વાત છે. જેના અનુસંધાને સરસ્વતી નદી ત્રણ મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપ સંપન્ન થશે.
સુરતમાં માતા-પિતા માટે ચેતવતો કિસ્સો : બે વર્ષ બાળક રમતમાં સિક્કો ગળી ગયો
આ પ્રસંગે ધોળકિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન સવજીભાઈએ જણાવ્યું હતું કે કુદરતે મને બહુ જ આપ્યું છે જેથી મારે પણ સમાજને પરત આપવાની ઈચ્છા છે આપણે સૌ સારા સંકલ્પ કરીને માં સરસ્વતીના આશીર્વાદ લઈએ.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સંચાલિત માતૃગયા તીર્થ સિદ્ધપુર-પાટણમાં આવેલું છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતા શ્રદ્ધાળુઓ માતૃગયા શ્રાદ્ધ માટે સિદ્ધપુર આવતા હોય છે ખાસ કરીને કારતક સુદ અગિયારસથી પુનમ સુધીના વિશ્વપંચક પર્વ સમયે લાખો શ્રદ્ધાળુઓ સિદ્ધપુર ખાતે સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી માતૃ-પિતૃઓને સંતોષી શકે છે. અહીનું બિંદુ સરોવર દેશભરમાં પ્રખ્યાત છે. જ્યાં પિંડદાન કરવાથી માતૃઋણમાંથી મુક્ત થવાય છે. સરકાર અહીં સાબરમતી રિવરફ્રન્ટની જેમ ઘાટ બનાવી રહી છે. જેથી આગળ જઈને આ નદી પણ સાબરમતી નદીની જેમ બનશે.
લગ્ન પ્રસંગમાંથી કિંમતી ઘરેણાની ચોરી કરતી ગેંગ પકડાઈ, 3 રાજ્યોમાં મચાવ્યો હતો આતંક