અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની એક યુવતીએ 10 વર્ષ પહેલા ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને ત્યાબાદર અભ્યાસ છોડી દીધો હતો. જો કે, લગ્ન બાદ પતિના આગ્રહ કરતા યુવતીએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો અને આજે ધોરણ 12નું પરિણામ જાહેર થતા યુવતીએ 99.77 પરસેન્ટાઇલ મેળવી પ્રથમ આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર, 100 ટકા પરિણામ ધરાવતી 222 શાળા


અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી યુવતી મિત્તલ ભીખાભાઇ પરમારનું આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા તેને 99.77 પરસેન્ટાઇલ મેળવ્યા છે. મિત્તલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ભીખાભાઇ પરમાર વ્યવસાયે દરજી કામ કરે છે. મિત્તલ પરમારે 10 વર્ષ પહેલાં 2009માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરંતુ ત્યારબાદ તે અભ્યાસ કરી શકી નહતી. તેણીને ફેમેલી પ્રોબ્લેમના કારણે અભ્યાસ છોડવો પડ્યો હતો. 


વધુમાં વાંચો: સુરત કરૂણાંતિકા: 20 'કુળદીપક' ઓલવાયા, લોકોનો તંત્ર પર ભારે રોષ


જો કે, 3 વર્ષ પહેલા 2016માં મિત્તલે લવ વિથ અરેન્જ મેરેજ કર્યા હતા અને લગ્ન બાદ પતિએ વધુ અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો હતો. તેથી મિત્તલે ફરીથી અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને બાપુનગરની સત્સંગી વિદ્યાલયમાંથી ધોરણ 12નો અભ્યાસ કર્યો. ત્યારે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિત્તલ પરમારે 99.77 પરસેન્ટાઇલ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે.


વધુમાં વાંચો: આગકાંડ: સુરતમાં સ્થિતિ બેકાબુ પોલીસે કર્યો લાઠીચાર્જ, PASSએ આપ્યું બંધનું એલાન


ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે. 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...