અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતમાં સરકારી પરીક્ષાઓ હોય કે ભરતી મામલે છબરડા અને વિવાદો આવતા જ રહે છે. ત્યારે બનાસકાંઠામાં પ્રાથમિક શાળામાં રિજલ્ટમાં ગોટાળો સામે આવ્યો છે. થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં છબરડો સામે આવતા હાલ શિક્ષણ મામલે અનેક સવાલો થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં એક વિધાર્થીને અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 ગુણ, સામાજિક વિજ્ઞાનમાં 160 માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160 માંથી 165 ગુણ અપાતા ખળભળાટ મચ્યો છે. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં, શાળાના વિધાર્થીનું રિજલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.


બોટાદના કુખ્યાત સીરા ડોને આપી ધમકી 'જો લાઉડ સ્પીકર નહી ઉતારે તો ધંધુકાના કિશન ભરવાડવાળી થશે'


આ ઘટનામાં સામે આવ્યું છે કે મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનું પરિણામ વર્ગશિક્ષકે તૈયાર કર્યું અને તેમણે ભૂલ કરી એ સમજ્યા પરંતુ જ્યારે આ રીઝલ્ટની કોપી શાળાના આચાર્ય પાસે પણ આવી ત્યારે પણ આવડી મોટી ભૂલ ધ્યાને આવી નહોતી. સામાન્ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા બાદ શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરવા માટે આવતું હોય છે. પરંતુ આ કેસમાં તો આચાર્યએ પણ સહી સિક્કા કરી વેલીડ કરી નાખ્યું હતું. જેના કારણે આ મુદ્દો ચગ્યો છે. 


બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા મોટી અસરો શરૂ, ગુજરાતમાં પવનની પેટર્ન બદલાઈ ગઈ, જાણો શું કહે છે આગાહી?


નોંધનીય છે કે, શિક્ષણ સુધારાની વાતો કરતી સરકારની કામગીરી પર પાણી ફેરવતા આવા શિક્ષક પર લોકોનો સોસીયલ મીડિયામાં ભારે રોષ સાથે કટાક્ષ જોવા મળી રહ્યો છે. જ્યાં મૂલ્યાંકન કરતા વધુ ગુણ અપાતા હોય ત્યાં બાળકનું ઘડતર કેવું થતું હશે તે એક મોટો સવાલ ઉભો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube