• સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભૂખ્યાને રોટલો આપવો એ કામ સંતોએ તો કર્યું છે, પરંતુ ધારાસભ્ય દ્વારા રાજુલા વિસ્તારમાં ટિફિનસેવા શરૂ કરાઈ


કેતન બગડા/અમરેલી :સામાન્ય રીતે ભૂખ્યાને ભોજન આપવું એ સૌરાષ્ટ્રના સંતોની પરંપરા રહી છે. પરંતુ રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા એક નોખી શરૂઆત કરાઈ છે. રાજુલા વિસ્તારમાં કોઈ અશક્ત ભૂખ્યું સૂતું હોય તેને તેમના ઘર સુધી રોજ સાંજે ટિફિન પહોંચાડી દરિદ્રનારાયણની અનોખી સેવા કરવાનો પ્રયાસ તેમણે કર્યો છે. જેને સમગ્ર વિસ્તારના લોકોએ આવકાર્યો છે. પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના વરદ હસ્તે આ ટિફિન સેવાનો પ્રારંભ થયો હતો. ત્યારે ચોક્કસ કહી શકાય કે કોઈપણ જાતના સ્વાર્થ વગર શરૂ થયેલા સેવાને સમગ્ર વિસ્તારમાંથી સારો આવકાર મળી રહ્યો છે અને આ એક પ્રેરણાદાયી પગલું કહી શકાય. જોકે ગત લોકડાઉનના શરૂઆતના સમયમાં પણ આ વિસ્તારના ધારાસભ્યએ હજારો લોકો માટે રસોડું ચાલુ કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. 


આ પણ વાંચો : પાટીદાર અને કોંગ્રેસનું રાજકીય યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું, જીજ્ઞેશ મેવાસાએ આપ્યું રાજીનામુ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે લોકસાહિત્યકાર માયાભાઈ આહીર કહે છે કે, જરૂરિયાતમંદ લોકોને સાંજનું ભોજન ઘેર બેઠા મળી રહે તેની શરૂઆત ધારાસભ્ય અમરીશ ડેર અને તેમના પાર્થ ગ્રુપ દ્વારા શરૂ કરાઈ છે. આ સેવાને ધીરે ધીરે આગળ વધારીને ભવિષ્યમાં આ વિસ્તારના લોકો માટે ભોજન અને આરોગ્ય સેવાઓ પૂરતી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. તો સુપ્રસિદ્ધ સંત મોરારી બાપુના વિચારોને આગળ વધારીને એ દિશામાં સેવા કરવાનું ભવિષ્યનું પગલું અમારા ગ્રુપ દ્વારા લેવામાં આવશે તેમ ધારાસભ્ય અમરીશ ડેર જણાવ્યું હતું.


આ પણ વાંચો : ચૂંટણીમાં એક-એક મિનીટ મહત્વની, ત્યારે આજે કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તેના પર સૌની નજર



‘તારા પાડોશમાં કોઈ ભૂખ્યું સૂતું હોય તો મુઠી ચણ નાખતો જાને રે... કુદરતે કંઈ આપ્યુ હોય તો હોય તો કંઈક આપતો જાને રે...’ આ સુપ્રસિદ્ધ ઉક્તિને આધારે ધારાસભ્યએ જે કામ કર્યું છે જે સમગ્ર ગુજરાતના ધારાસભ્યો માટે અનુકરણીય છે.