Gujarat Election 2022: ઉ.ગુજરાતમાં કોંગ્રેસના કયા દિગ્ગજ ધારાસભ્યે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, હવે શું થશે?
Gujarat Election 2022: કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું છે કે, માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. નાદૂરૂસ્ત તબિયતના કારણે સુરેશ પટેલ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસની સ્થિતિ પાતળી થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દેતા કોંગ્રેસ હાંફળી ફાંફડી થઈ ગઈ છે. તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મનાવવા કામે લગાડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરનુ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું છે કે, માણસાના ધારાસભ્ય સુરેશ પટેલ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. નાદૂરૂસ્ત તબિયતના કારણે સુરેશ પટેલ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સુરેશભાઈને ચૂંટણી લડવા વિનંતી કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે તે ચૂંટણી લડવા માની જાય. માણસમાંથી પંજો જીતવો જોઈએ તે આપણે યાદ રાખવાનું છે.
બળદેવજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાનને પ્રાર્થના કરીએ કે તે ચૂંટણી લડવા માની જાય. માણસમાંથી પંજો જીતવો જોઈએ તે આપણે યાદ રાખવાનું છે.
આ પણ જુઓ વીડિયો:-
મહત્વનું છે કે, ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. આ વખતે કોંગ્રેસના ધારાસભ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.