અમદાવાદ :નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ કરેલી મહિલા સાથેની મારપીટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. એક મહિલા સાથે ધારાસભ્યનું અશોભનીય વર્તનથી ગુજરાતની મહિલાઓમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે વિપક્ષે પણ આ મામલે ભાજપને ઘેર્યું છે. સમગ્ર મામલામાં મુદ્દો એ છે કે, કેમ ભાજપ પોતાના ધારાસભ્ય સામે પગલા નથી લઈ રહ્યું. ત્યારે મહિલા આયોગે આ સમ્રગ મામલે સુઓમોટો દાખલ કરી છે. તો આખો મુદ્દો ઉછળતા ધારાસભ્ય બલરામ થાવાણીએ માફી માગી છે. નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પીડિત મહિલાની માફી માંગી છે. ધારાસભ્યના આ વલણ બાદ ભાજપ પણ ભડક્યુ હતું, અને તાત્કાલિક તેમને કમલમ પર બોલાવવામાં આવ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું મહિલાને સોરી કહીશ
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પીડિત મહિલાની માફી માંગી છે. તો બલરામ થવાણીએ કહ્યું કે, હું મારી ભૂલ સ્વીકારું છું. મેં આ જાણીજોઈને નથી કર્યું. હું છેલ્લા 22 વર્ષોથી રાજનીતિમાં છું, પણ આવું ક્યારેય નથી થયું. હું એનસીપી મહિલા નેતાને સોરી કહીશ. મારાથી જોશમાં મિસ્ટેક થઈ છે. તેનુ મને દુખુ છે, ખેદ છે. જે બહેનને લાત લાગી છે તેમને સોરી કહીશ. ભૂલ થઈ છે, તો હું સ્વીકાર કરીશ.


Pics : 7 જૂનથી પ્રવાસીઓને ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ મળશે, ડાયનાસોર સાથે છે કનેક્શન


મહિલા આયોગે સુઓમોટો દાખલ કરી
મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. રાજ્યના મહિલા આયોગનો મહિલાને માર મામલે હસ્તક્ષેપ કરી છે. મહિલા આયોગે સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર પાસે અહેવાલ માંગીને જરૂર લાગશે તો પીડિત મહિલાને બોલાવવાની તૈયારી બતાવી છે.


જાહેરમાં મહિલાને માર મારનાર ધારાસભ્ય વીડિયો વાઈરલ થયા બાદ કહે છે, ભૂલથી લાત લાગી ગઈ


બેટી બચાવો, બેટી પઢાવોની વાત કરનારાઓને આ શોભા દેતુ નથી
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ઝી ૨૪ કલાક સાથે વાતચીતમાં કહ્યું કે, જે બીજેપી ‘બેટી બચાવ બેટી પઢાઓ’ની વાત કરે છે, તેમના ધારાસભ્યને આવું કરવું શોભા નથી દેતું. પીએમ અને ગૃહમંત્રીના હોમટાઉનમાં આ બનાવ બન્યો છે. જેની નોંધ લઈને તેમણે તરત જ ધારાસભ્ય પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. મુખ્યમંત્રીએ પણ ઘટના પર તરત જ પગલા ભરવા જોઈએ. ધારાસભ્યને બરખાસ્ત કરવાની જરૂરત છે.  


બીજેપીના શાસનમાં મહિલા કેવી રીતે સુરક્ષિત
સામે આવેલા વીડિયોમાં બીજેપી ધારાસભ્ય બલરામ થવાણીની ગુંડાગીર્દી સ્પષ્ટ દેખાઈ આવે છે. નરોડાના કુબેર નગર વિસ્તારની એનસીપી નેતાનું કહેવું છે કે, તે બીજેપીના ધારાસભ્યની ઓફિસમાં પાણીની સમસ્યા લઈને ગઈ હતી. પરંતુ તેમણે સમસ્યા સાંભળતા પહેલા જ મને થપ્પડ માર્યો હતો. જેમ હું જમીન પર પડી, તો તેમણે મને લાત મારવાનું શરૂ કર્યું. તેમણે મારા પતિને પણ માર માર્યો. હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે, બીજેપીના શાસનમાં મહિલાઓ કેવી રીતે સુરક્ષિત છે.