અમદાવાદ :એનસીપી મહિલા નેતાને જાહેરમાં માર મારવાનો વીડિયો વાઈરલ થવાનો મુદ્દો નેશનલ મીડિયામાં ચમકતા, તથા ચારેબાજુથી વિરોધ થતા અમદાવાડના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ આખરે મહિલાની માફી માંગી હતી. નરોડાના ભાજપના બલરામ થવાણી મહિલાની માફી માંગતા તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાર બાદ પીડિત મહિલાએ બલરામ થવાણીના હાથે રાખડી બાંધી હતી તેમજ મહિલા દ્વારા તેમનુ મોઢું પણ મીઠું કરાવાયું હતું. ત્યારે આ સમગ્ર મુદ્દે સમાધાન થયુ હોવાની વાત સામે આવી હતી. પીડિત મહિલાએ આ સાથે જ બાંહેધરી લીધી હતી કે, આવુ તેઓ ફરીવાર નહિ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારેબાજુથી વિરોધ થતાં આખરે મહિલાને લાત મારનાર BJP MLA બલરામ થાવાણીએ માફી માંગી


મહિલાને જાહેરમાં લાત મારનાર BJP MLA બલરામ થવાણી સામે ગુનો નોંધાયો


મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યા વગર ત્યાઁથી નીકળી ગયા
બલરામ થવાણીએ મીડિયા સામે સમાધાન કરતા કહ્યું હતું કે, અમારી અપાસમાં જે ગેરસમજ હતી તે દૂર થઈ છે. સમાધાન થઈ ગયું છે. આ મારી નાની બહેન સમાન છે. મેં બહેનને કહ્યું કે, કોઈ પણ કામકાજ હશે, તો હું મદદ માટે બેસ્યો છું. મે મારા બહેનની માફી માંગી છે. મેં તેમને મદદગાર થવાનું વચન આપ્યું છે. ઘરનો મામલો છે, ઘરમાં જ સોલ્વ થયો છે. દૂધ અને ખાંડ મળી ગઈ છે. જાણેઅજાણ્યે જે ભૂલ થઈ તે મેં કબૂલી લીધી છે. જોકે, મીડિયા સમક્ષ બાદમાં કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ, પીડિત મહિલાએ કહ્યું કે, આશા છે કે આ મીઠાશ બની રહેશે.


Pics : 7 જૂનથી પ્રવાસીઓને ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ મળશે, ડાયનાસોર સાથે છે કનેક્શન


ઉલ્લેખનીય છે કે, મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. રાજ્યના મહિલા આયોગનો મહિલાને માર મામલે હસ્તક્ષેપ કરી છે. મહિલા આયોગે સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનર પાસે અહેવાલ માંગીને જરૂર લાગશે તો પીડિત મહિલાને બોલાવવાની તૈયારી બતાવી છે.