MLA Hardik Patel Court Case આશ્કા જાની/અમદાવાદ : ગુજરાતમા પાટીદાર આંદોલન સમયે અમદાવાદના નિકોલમાં ધારાસભ્ય હાર્દિક પટેલે કરેલા ઉપવાસ બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાંઆવી હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં (મિરઝાપુર કોર્ટમાં) હાર્દિક પટેલને હાજર રહેવા માટે ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું હતું. ત્યારે નિકોલ કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે આકરા તેવર બતાવ્યા હતા. કોર્ટે હાર્દિક પટેલની ગેરહાજરી પર ટકોર કરી હતી કે, અમે મેડિકલ પુરાવા નહીં હાર્દિક પટેલને હાજર રાખવા સમન્સ ઇશ્યુ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટમાં પાટીદાર આગેવાનોનો હાર્દિક પટેલનો વિરોધ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આજે સુનાવણી હતી. ત્યારે હાર્દિક પટેલની ગેરહાજરી પર કોર્ટે કહ્યું કે, સમન્સ પાઠવ્યું છતાં હાર્દિક ગેરહાજર નવાઈની વાત છે. ત્યારે નિકોલ ઉપવાસ કેસમાં ચાર્જફ્રેમમાં મુદત પડી હતી. હાર્દિક પટેલ ગેરહાજર રહેતા વધુ એકવાર મુદત પડી છે. જોકે, હાર્દિક પટેલ ગેરહાજર રહેતા અન્ય આરોપીઓમાં રોષ જોવા મળ્યો હતો. વારંવાર મુદતથી પરેશાન થતા આરોપીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો કોર્ટમાં પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલનો વિરોધ દર્શાવ્યો હતો.



ઉલ્લેખનીય છે કે, કેસની આજની સુનાવણી સમયે હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ હતું. જો હાર્દિક પટેલ આ કેસમાં હાજર નહીં રહે તો તેની સામે વોરંટ ઇસ્યુ થઈ શકે છે.


શું છે આ કેસ
ગુજરાતમાં ઠેરઠેર પાટીદાર અનામત આંદોલન ફાટી નીકળ્યા હતા. તે સમયે નિકોલના કેસમાં હાર્દિક પટેલ સામે કોર્ટમાં ચાર્જશીટ થઈ છે. સ્થળ પર પહોંચે તે પહેલાં હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધાયો હતો. નિકોલ આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા જ તેની અટકાયત કરાઈ હતી. વર્ષ 2018માં 25 ઓગસ્ટએ પોલીસ સાથે ગેર વર્તણુંકની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ગીતા પટેલ ,કિરણ પટેલ સહિતનાઓ સામે ગુનો નોંધાયો હતો.