Gujarat New District અમદાવાદ : ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણનું ભૂમિ પૂજન અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું. વિરમગામના નળકાંઠા વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા રૂ. 2 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઘણા બધાના મનમાં હશે કે થરાદ જિલ્લો કેમ બની ગયો છે. બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે તેવડો મોટો જિલ્લો છે. એટલા માટે ના છૂટકે અત્યારે જિલ્લો બનાવવાની જરૂર હતી. પણ આપણુ વિરમગામ જિલ્લો બનશે. વિરમગામ જિલ્લો બનશે એટલે નળકાંઠા તાલુકો બનશે છાતી ઠોકીને તમને કહીને કહું છું.
 
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ કુમરખાણ ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર - આરોગ્ય પરમ ધનમ્ ના નવિન મકાનનું ભુમિ પૂજન કરવામાં આવ્યુ અને પ્રાથમિક શાળા કુમરખાણના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. અંદાજીત રૂપિયા 2 કરોડના ખર્ચે કુમરખાણ ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે અને રૂપિયા 70 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, પ્રમોદભાઇ પટેલ, ગોવિંદભાઇ મકવાણા, દિગ્પાલસિંહ ચુડાસમા, જગદીશભાઇ વડલાણી, વિષ્ણુભાઇ જાદવ, જનકભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર સહિત જીલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો, ચુંટાયેલા પદાધિકારીઓ, રાજકીય હોદ્દેદારો - કાર્યકર્તાઓ, આરોગ્ય - શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત નળકાંઠા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની ઓફિસમાં કોના કપડા ઉતારવાની વાત થઈ? વડોદરા ભાજપના નેતા આ શું બોલી ગયા?


કોણ બની શકશે ભાજપના શહેર-જિલ્લાના પ્રમુખ, ગાઈડલાઈન કરાઈ જાહેર