મોરબી: ઝુલતા પુલ દુર્ઘટના બાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દરેક રીતે લોકોની મદદ કરી રહ્યા છે. મોરબીમાં ચાલતી હનુમાન કથામાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ હાજરી આપી હતી. મોરબીમાં હનુમાન કથામાં MLA કાંતિ અમૃતિયાએ હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં વ્યસન અને વ્યાજખોરના દૂષણને ડામવા પ્રયાસ કરીશ. વ્યસન બાબતે ફોન કરશો તો અડધી રાત્રે પોલીસ પહેલાં હું આવીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વ્યાજખોરો સામે લાલઆંખ કરી છે. ધારાસભ્ય પદે કાંતિલાલ અમૃતિયા વિજેતા બનતા જ વ્યાજખોરોને શાનમાં સમજી જવા તાકીદ કરી છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ હનુમાન ચાલીસાની કથામાં હાજરી આપી હતી. 


અડધી રાત્રે ફોન કરજો પોલીસ પહેલા હું પહોંચી જઈશ
મોરબીમાં ચાલતી હનુમાન કથામાં હાજરી આપવા પહોંચેલા કાંતિ અમૃતિયાએ સ્વામીને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વામી રાજકારણમાં હું નસીબદાર છું, ક્યાંક સલવાઈ જાવ પણ કુદરત બહાર કાઢે છે. હું છેલ્લા ચાર દિવસ પહેલા અને તેની પહેલાના આઠ દિવસથી નિહાળું છું કે અહીં જે બગાડ છે એ બગાડને આપણે રોકવો છે એક વ્યસનનો. ઉપરાંત લોકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે મને ગમે ત્યારે અડધી રાત્રે ફોન કરજો હું પોલીસ પહેલા પહોંચી જઈશ.


અગાઉ પણ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વિકાસના કાર્યો ઝડપથી થાય તે મારી જવાબદારી છે. સરકારના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા પછીની જવાબદારી પ્રજાનું રક્ષણ કરવાની અને વિકાસ વાત હોય તેને હું વળગી રહીશ. પુલ દુર્ઘટનાને લઈ તેમણે કહ્યું કે મોરબી દુર્ઘટનામાં કોર્ટ જે નિર્ણય લેશે તે પ્રમાણે સરકાર કાર્યવાહી કરશે. મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવાઈ છે.