અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધારેને વધારે બેકાબુ થતું જઇ રહ્યું છે. જો કે જેમાં મોટે ભાગે રાજકારણીઓ દ્વારા બેશરમીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સરકારની બેશરમીની કોઇ જ હદ નથી. મોટે ભાગે તો માસ્ક નહી પહેરનારા મંત્રીઓ નેતાઓ, ધારાસભ્યો અને અધિકારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી થતી જ નથી. પરંતુ ક્યાંય શરમે ધરમે જો દંડ કરવો પડે તો પણ દંડ અડધો અડધ રાખવામાં આવ્યો છે. એટલે કે જો જનતા માસ્ક ન પહેરે તો તેમના માટે દંડ 1000 રૂપિયા છે પરંતુ જો તે જ માસ્ક કોઇ અધિકારી, ધારાસભ્ય કે અન્ય રાજકારણી ન પહેરે તો તેના માટેનો દંડ માત્ર 500 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat University એ મોકૂફ રાખી પરીક્ષાઓ, નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધવાને કારણે હાલમાં ચાલી રહેલું વિધાનસભાનું સત્ર ટુંકાવી દેવામાં આવ્યું છે. હાલમાં સરકાર દ્વારા હાઇપાવર કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. હાલમાં રાજ્યમાં પુર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતનાં જીતેલા ઉમેદવારોને પદભાર સંભાળનારા લોકો હાલનાં સમયમાં કોરોનાના તમામ નિયમો નેવે મુકીને પદભાર સંભાળી રહ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખો સહિતનાં પદાધિકારીઓ જાહેરમાં જાણે કોરોના જ ન હોય તે પ્રકારે ઉજવણી કરી રહ્યા હતા. 


8 મહાનગર પાલિકાઓમાં ઓનલાઇન શાળા-કોલેજ/ પરીક્ષા થશે, બાકી સમગ્ર ગુજરાત રાબેતા મુજબ


અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય પ્રજા જો માસ્ક ન પહેરે તો દંડા પછાડીને 1000 રૂપિયા ઉઘરાવી લેતી સરકાર પોતાનાં જ અધિકારી, મંત્રી કે ધારાસભ્યોએ જો માસ્ક ન પહેર્યો હોય તો માત્ર 500 રૂપિયા જ દંડ વસુલે છે. આ બેવડા ધોરણ પરથી જ ખ્યાલ આવે છે કે, સરકાર જનતાને શું સમજે છે? સરકારનાં આવા બેવડા ધોરણોને પગલે જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યો અને મંત્રીઓ અને અધિકારીઓ એવા તે કેવા દેવનાં દિધેલા છે કે, તેમને દરેક બાબતે કન્સેશન સરકાર આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube