અમદાવાદ :  2007 માં ધ્રોલ સિવિલ હોસ્પિટલમાં તોડફોડ કેસમાં જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને ધ્રોલ કોર્ટો દોષીત ઠેરવ્યા છે. જ્યારે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા રાઘવજીપટેલ, ત્રણ પત્રકાર સહિત પાંચને ધ્રોલ કાર્ટો 6 માસની સજા અને દરેકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. જેથી રાઘવજી પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે અપીલ કરવા માટે એક મહિના માટે તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. 2007માં ધ્રોલમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ભૂમાફિયાઓ દ્વારા ખંડણીની વધારે એક ઘટના સામે આવી

આ અંગે ડોક્ટર પાસે જે તે સમયે રાઘવજી પટેલ રજુઆત કરવા ગયા હતા. તે સમયે હોસ્પિટલમાં ધમાલ અને તોડફોડ થઇ હતી. આ ગુનામાં પોલીસે રાઘવજી પટેલે તે સમયના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે નરેન્દ્રસિંહ જાડેજા, ત્રણ પત્રકારો અને અન્ય ત્રણ સામે ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતા આજે કોર્ટે રાઘવજી પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા અને ત્રણ પત્રકાર કરણસિંહ જાડેજા સહિત પાંચને 6-6 મહિનાની સજા ફટકારી છે. 


અમદાવાદ : ફરજમાં નિષ્કાળજી બદલ ચાર પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, 5 PI ની વહીવટી કારણથી આંતરિક બદલી

13 વર્ષ પહેલા ધ્રોલ હોસ્પિટલ પ્રશ્ને રજુઆત કરવા માટે રાઘવજી પટેલ સહિતનાં ટેકેદારો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. તે સમયે પોલીસમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય શખ્સો સામેનો કેસ ધ્રોલ કોર્ટે વિડ્રો કરવાની ના પાડી હતી. આજે ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચને દોષીત ઠેરવ્યા હતા. 2007માં રાઘવજી પટેલ કોંગ્રેસમાં ધારાસભ્ય હતા. ત્યારે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં સુવિધાઓ અંગે રજુઆત કરતા સમયે તોડફોડ કરી હતી. કેસવિડ્રોની પરવાનગી માંગતી અરજી પણ જે તે સમયે નામંજૂર કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube