અમદાવાદઃ હાઇકોર્ટે ફટકાર લગાવ્યા બાદ શહેરમાં પોલીસ ખૂબ સક્રિય થઈ ગઈ છે. પોલીસ દ્વારા પાર્કિંગથી લઈને ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ હેલ્મેટ ન પહેરીને ડ્રાઇવિંગ કરતા લોકોને દંડ ફટકારે છે. છેલ્લા 10 દિવસથી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે. પરંતુ શું આ કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય છે. નેતાઓ પર કાયદો લાગુ પડતો નથી. આવી જ ઘટના શહેરમાં બની છે. 


શહેરના માણેકબાગ અને દાણીલીમડા ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસની ડ્રાઇવ ચાલી રહી છે. ત્યારે માણેકબાગ વિસ્તારમાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ હેલ્મેટ વિના કેમેરામાં કેદ થયા હતા. તેઓની સાથે તેમની પત્ની પણ હતા. ત્યારે પોલીસ અને મીડિયાને જોઇ ધારાસભ્ય રાકેશ શાહએ ગાડી ભગાવી હતી. ત્યારે સવાલ એ છે કે, પોલીસ એક બાજુ સામાન્ય કર્મીઓને પકડી અને તેઓ પાસેથી દંડ વસૂલે છે ત્યારે શું એમએલએ માટે કાયદો અલગ છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, હેલ્મેટ વિના ગાડી ચલાવી રહેલા એમએલએ રાકેશ શાહને પોલીસે સિગ્નલ પર જ કેમ ન રોક્યા?