રવિ અગ્રવાલ/ વડોદરા: કેતન ઇનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. આ સમાચાર તેમનાં સમર્થકોમાં જંગલની આગની જેમ ફેલાઇ રહ્યા છે. જેમ જેમ આ સમાચાર ફેલાતા જાય છે તેમ તેમ સમર્થકો મોટા પ્રમાણમાં તેમનાં ઘરે એકત્ર થઇ રહ્યા છે. કેતન ઇનામદારનાં સમર્થનમાં નારા લાગી રહ્યા છે. તો ભાજપ વિરોધી ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે. જો કે સ્પષ્ટ રીતે ભાજપની વિરુદ્ધ કોઇ બોલવા તૈયાર નથી કારણ કે હજી કેતન ઇનામદાર દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે પરંતુ તેનો સ્વિકાર કરવામાં નથી આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેતન ઇનામદારનાં સમર્થનમાં નગરપાલિકાનાં 21 ધારાસભ્યોની પણ રાજીનામાની ચિમકી

જો કે કેતન ઇનામદાર લાંબા સમયથી ત્રસ્ત હતા પરંતુ આ અસંતોષનો જ્વાળામુખી ત્યારે ફાડ્યો જ્યારે એક બિલ નહી ભરવાનાં કારણે વિજતંત્ર દ્વારા નગરપાલિકાનું વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું. પ્રાથમિક રીતે એવું સામે આવી રહ્યું છે. નગરપાલિકા તંત્ર છેલ્લે જે વિજ બિલ આવ્યું તે ભરી શક્યું નહોતું. જેનાં કારણે MGVCl દ્વારા આપવામાં આવતું પાવર કનેક્શન કાપવા માટે અધિકારીઓ મોકલ્યા હતા. પાલિકા દ્વારા બિલ ટુંક સમયમાં ભરી દેશે તેવી બાંહેધરી આપવા છતા વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. અને પૈસા આવે ત્યારે બિલ ભરીને કનેક્શન લઇ લેજો તેવો રોફ જમાવવામાં આવ્યો હતો. 


'ના'રાજીનામાં સાથે જ કેતન ઇનામદારનાં ઘરની બહાર નેતા-સમર્થકોનો ઠઠ જામ્યો

પાલિકા પણ ભાજપ શાસિત હોવાથી તુરંત જ પાલિકા પ્રમુખ દ્વારા ધારાસભ્ય કેતન ઇનામદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કેતન ઇનામદારે સ્થળ પર હાજર અધિકારીઓ સાથે વાત કરી હતી. જો કે તે અધિકારીઓએ ઉપરથી આદેશ આવ્યો હોવાનું રટણ કરતા કેતન ઇનામદારે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે, હું એક જનપ્રતિનિધિ તરીકે તમને વિનંતી કરુ છું કે તમે કનેક્શન ના કાપશો. બિલની ચુકવણી થઇ જશે. જો કે તેમનું નામ નહી રાખતા અધિકારીએ વિજ કનેક્શન કાપી નાખ્યું હતું. જેની રજુઆત કેતન ભાઇ દ્વારા વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સુધી કરવામાં આવી હતી. પરંતુ તેનું કોઇ પરિણામ નહી આવતા આખરે કેતન ભાઇએ રાજીનામું આપી દીધું હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube