ગાંધીનગર : રાજ્યના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ-દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે તેવી અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT માં એક જ મહિનામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં 21 કર્મચારીનો ભોગ લીધો, કર્મચારીઓમાં ફફડાટ


નોવલ કોરોનાવાયરસ સામેની રાજ્ય સરકારની લડતને વધુ મજબૂત કરવાના ઉમદા આશયથી ધારાસભ્યઓ ૨૫ લાખ સુધીની રકમ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ- દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ - સાધનો વસાવવા માટે આપી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.


કોરોના દર્દીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા 95 વર્ષના સ્વતંત્ર સેનાની, PM મોદીનું સતત મોનીટરીંગ


અત્રે ઉલ્લેખીય છે કે, સમગ્ર રાજ્ય કોરોનાના સંક્રમણ સામે લડી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં ધારાસભ્યો સતત નાગરિકોને મદદ કરવા માટે દોડાદોડી અને પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં મુખ્યમંત્રી દ્વારા હવે ગ્રાન્ટ ફાળવવા માટેની અનોખી પહેલ કરી છે. જેના કારણે ધારાસભ્યોને લોકોની મદદ કરવામાં ખુબ જ મદદ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube