Ahmedabad Crime: મોબાઈલનું વ્યસન બાળકોને હિંસક બનાવી રહ્યું છે. તેમનું વર્તન બદલાઈ રહ્યું છે. એવા ઘણા સમાચાર તમે સાંભળ્યા હશે કે બાળકોએ મોબાઈલ છીનવી લીધા બાદ આત્મહત્યા કરી લીધી છે. ગુજરાતના અમદાવાદમાં માત્ર 13 વર્ષની બાળકીએ તેની માતાએ મોબાઈલ આંચકી લેતાં તેની હત્યા કરી દેવાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ અમદાવાદમાં રહેતી 45 વર્ષીય મનિષા પરમારે (નામ બદલ્યું છે) એ એક દિવસ ખાંડમાં કંઈક અજુગતું જોયું. ખાંડની ગંધ આવીને તેણે તેને ફેંકી દીધી. આવું એક-બે વાર નહીં પણ ઘણી વાર બન્યું. તેણીને આશ્ચર્ય થયું કે રસોડામાં રાખેલી ખાંડ શા માટે વારંવાર બગડી જાય છે. જ્યારે તેણીએ આ બાબતે સતર્કતા રાખવાની શરૂ કરી તો તે ચોંકી ગઈ. બાથરૂમમાં પણ ફ્લોર પર હંમેશા થોડું પ્રવાહી રહેતું હતું. તેને જાણવા મળ્યું કે તેમની 13 વર્ષની પુત્રી ખાંડમાં બાથરૂમ ક્લીનર અને ફિનાઈલ જેવા પદાર્થો ઉમેરી રહી છે. માત્ર 13 વર્ષની દીકરીનું આ વર્તન તેમના માટે ખૂબ જ આઘાતજનક હતું. કાઉન્સેલિંગ બાદ માલુમ પડ્યું હતું કે પુત્રી પાસેથી મોબાઈલ આંચકી લીધો હોવાથી તે તેની હત્યા કરવા માંગતી હતી. તેને મોબાઈલની લત લાગી ગઈ હતી.


35 વર્ષ કોંગ્રેસને વફાદાર રહેલા આ દિગ્ગજ નેતાએ કર્યો પક્ષપલટો, ભાજપે પાડ્યો મોટો ખેલ


જ્યારે મનિષાને તેની પુત્રીના આ કૃત્યની જાણ થઈ તો તેણે હેલ્પલાઈન પર ફોન કર્યો. કાઉન્સેલરે કહ્યું કે વાતચીત પરથી ખબર પડી કે કિશોરી માતા-પિતાને નુકસાન પહોંચાડવા માંગતી હતી. તે ઇચ્છતી હતી કે તેઓ કિટનાશક ખાંડનું સેવન કરે અથવા બાથરૂમના ફ્લોર પર લપસીને તેમના માથાને ઇજા પહોંચાડે. અમને ખબર પડી કે માતાએ થોડા દિવસો પહેલા તેનો ફોન છીનવી લીધો હતો.


અમદાવાદના આ 27 રોડ આવતીકાલે 20 જુને બંધ રહેશે, રથયાત્રાને કારણે અપાયું ડાયવર્ઝન


માતાએ મોબાઈલ છીનવી લીધો હતો
અભયમ 181 મહિલા હેલ્પલાઇને આ બાબતે વધારે ચકાસણી કરી તો મોટા ખુલાસા થયા. થોડા દિવસ પહેલાં જ માતાએ તેની પુત્રી પાસેથી ફોન આંચકી લીધો ત્યારે તે હિંસક બની ગઈ હતી. બૂમો પાડવા લાગી હતી. આ દરમિયાન માતાએ તેને માર માર્યો અને ભવિષ્યમાં ક્યારેય મોબાઈલ ન આપવાની ચેતવણી આપી.


દીકરી આખી રાત મોબાઈલ પર વિતાવતી
માતા-પિતાએ કાઉન્સેલરને જણાવ્યું કે છોકરીએ લગભગ આખી રાત ફોન પર, મિત્રો સાથે ઓનલાઈન ચેટ કરવામાં અથવા સોશિયલ મીડિયા પર રીલ અથવા પોસ્ટ જોવામાં વિતાવતી હતી. જેના કારણે તે અભ્યાસથી દૂર થઈ ગઈ હતી. તે કોઈની સાથે વાત કરતી ન હતી. તે આખો સમય મોબાઈલ પર જ પસાર કરતી હતી.


કોંગ્રેસે ફરી કાચુ કાપ્યું : આ કારણે શક્તિસંહ ગોહિલે રવિવારે ચાર્જ ન સંભાળ્યો


લાડ પ્યારમાં દીકરીને લઈ આપ્યો હતો મોબાઈલ...
માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તેમને આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી.  બાળકી માતા-પિતાની ખૂબ જ લાડકી હતી કારણ કે તે લગ્નના 13 વર્ષ બાદ જન્મી હતી. ઘરમાં કોઈ પ્રકારની સમસ્યા ન હતી. શરૂઆતમાં માતા પિતા તેની દરેક ઈચ્છાઓને પૂરી કરી દેતા હતા. ધીમેધીમે એ મોબાઈલની એડિક્ટ બની ગઈ હતી. ખરેખર આ કેસ મોબાઈલના વળગણને ઉજાગર કરી રહ્યો છે. આજે એક પણ એવું ઘર નહીં હોય કે જ્યાં બાળકો મોબાઈલ સાથે સમય પસાર કરતા ન હોય પણ આ કેસે રૂવાડા ઉભા કરી દીધા છે.


ગુજરાતના આ શહેરમાં પનીર ખાતા પહેલા સાવધાન, નકલી પનીર સરેઆમ વેચાતુ હતું