તેજસ દવે, મહેસાણા: મહેસાણા (Mahesana) જીલ્લાના બહુચરાજી (Bahucharaji) તાલુકામાં આવેલા છેટાસણા ગામમાં મોબાઈલ (Mobile) માં બ્લાસ્ટ (Blast) થવાથી 17 વર્ષીય યુવતી (Teenager) નું મોત (Death) નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hospital ની લાલયાવાડીનો વીડિયો થયો વાયરલ, નર્સે કહ્યું 'આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે'


શંભુભાઈ દેસાઈ નામના પશુપાલક ની 17 વર્ષીય દીકરી પોતાના મકાનમાં ઉપરના માળે ચાર્જીંગ (Charging) દરમ્યાન મોબાઈલ (mobile) ઉપર વાત કરતી હતી. ત્યારે મોબાઈલ (Mobile) માં બ્લાસ્ટ (Blast) થયો હતો અને મકાનના દરવાજા અને ઘાસચારમાં આગ લાગી હતી.

Sabarkantha: ગજબનો ગુસ્સો કેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી


જોકે સ્થાનિક રહીશોએ પાણીનો મારો કરી આગ (Fire) ને કાબુમાં લઇ લીધી હતી. પરંતુ મોબાઈલ બ્લાસ્ટ (Mobile Blast) થી ઘાયલ યુવતીનું મોત નિપજતા પરીવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


લોકો માટે દ્રષ્ટાંત રૂપ આ કિસ્સામાં મોબાઈલ ચાર્જીંગ (Charging) દરમ્યાન મોબાઈલ ઉપર વાતચીત ના કરવી એવી સલાહ આપી રહ્યા છે. પરંતુ દેસાઈ પરિવારે મોબાઈલ (Mobile) માં બ્લાસ્ટ (Blast) થતા પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube