અલ્પેશ સુથાર/મહીસાગર :આજના સમયમાં સ્માર્ટફોન જીવન જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે, પણ તેનો ઉપયોગ ક્યારેક ડેન્જરસ સાબિત થતો હોય છે. સ્માર્ટફોન જ્યારે ગરમ થાય છે ત્યારે તે જીવતા બોમ્બ સમાન બની જાય છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોન એવો ફાટ્યો કે હાથની ચામડીના ચીથરા ઉડી ગયા હતા. મોબાઈલ (mobile blast) રમતા કિશોર સાથે આ ઘટના બની હતી.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહીસાગરના બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બાલાસિનોરના ભમરીયા ગામે મોબાઈલમાં ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી. કિશોરનો હાથ એટલી ગંભીર રીતે દાઝ્યો હતો કે, તેના હાથના ચીંથરા ઉડી ગયા હતા. તેના હાથની તમામ આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો. આંગળીના ટેરવાને એટલુ નુકસાન થયુ હતું કે ઓપરેશન કરવાની ફરજ પડી હતી. 



કિશોરને સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી. જોકે, અનેક લોકો ચાર્જિંગ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરે છે, જે જોખમી છે. આવા અનેક કિસ્સા સામે આવે છે છતા લોકો સમજતા નથી.