વ્યારા : ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની આ ઘટના વાંચી હસીહસીને લોટપોટ થઈ જશો
મોબાઈલ બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક બનતા હોય છે, અને વાયુવેગે ફેલાઈ જતા હોય છે. પણ દક્ષિણ ગુજરાતના વ્યારામાં ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની અજીબોગરીબ ઘટના બની હતી. ઉચ્છરલના કરોડથી વ્યારા તરફ જતી એસટી બસમાં એક મુસાફરનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો, અને તેને કારણે 2 મહિલાઓનું ફ્રેક્ચર થયું હતું. વાંચીને નવાઈ લાગી ને!! પણ, આખો કિસ્સો વાંચશો તો જ માલૂમ પડશે.
વ્યારા :મોબાઈલ બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક બનતા હોય છે, અને વાયુવેગે ફેલાઈ જતા હોય છે. પણ દક્ષિણ ગુજરાતના વ્યારામાં ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની અજીબોગરીબ ઘટના બની હતી. ઉચ્છરલના કરોડથી વ્યારા તરફ જતી એસટી બસમાં એક મુસાફરનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો, અને તેને કારણે 2 મહિલાઓનું ફ્રેક્ચર થયું હતું. વાંચીને નવાઈ લાગી ને!! પણ, આખો કિસ્સો વાંચશો તો જ માલૂમ પડશે.
રાજ્યના ઠંડા વાતાવરણથી બહુ હરખાવાની જરૂર નથી, ગરમીના આ અપડેટ પણ જાણી લેજો
બન્યું એમ હતું કે, સોનગઢ ડેપોથી વ્યારા જવા માટે એસટી બસ સવારે 8 કલાકે ઉપડી હતી. ત્યારે માણેકપુર પાસે એક બસમાં બેસેલ એક મુસાફર જયપાલ વળવીના ખિસ્સાંમા મૂકેલા મોબાઈલમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. બેટરી બ્લાસ્ટ થઈ ગઈ અને અચાનક મોબાઈલમાં આગ લાગી. તેથી આખી બસમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. કેટલાક ગભરાયા, તો કેટલાક ડરના માર્યે કૂદાકૂદ કરવા લાગ્યા. પરંતુ બસ કંડક્ટર કંઈક કરે તે પહેલા જ બે મહિલા મુસાફરો દરવાજો ખોલીને ચાલુ બસમાંથી નીચે કૂદી ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસ ઉભી રાખી હતી.
બે રાજ્યની સરહદો વચ્ચે ઝોલા ખાતુ ગામ, 23મીએ નહિ કરી શકે ગુજરાતમાં મતદાન
આ ઘટના અંગે ડ્રાઈવર અને કંડક્ટરે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હતી.