Gir Somnath News : ગીર સોમનાથના ઉનામાં યુવાનના ખીસ્સામાં રહેલ મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવાન ખાનગી ફાઈન્સની ઓફિસે કામ માટે આવ્યો હતો. ત્યારે અચાનક ખિસ્સામાં મૂકેલ મોબાઈલમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી જવા પામી હતી. જોકે, સદનસીબે યુવકને કોઈ જાનહાનિ કે ઈજા‌ઓ પહોંચી ન હતી. પરંતું આ ઘટના ચેતવણીરૂપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, ઉનામાં એક યુવક ખાનગી ફાઈનાન્સની ઓફિસે આવ્યો હતો. તે ખુરશી પર બેસેલો હતો ત્યારે અચાનક તેના ખિસ્સામાં બેસેલો મોબાઈલ સળગવા લાગ્યો હતો અને મોબાઈલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ યુવકે સતર્કતાથ મોબાઈલ ખિસ્સામાઁથી બહાર કાઢીને ફેંકી દીધો હતો. આ બાદ મોબાઈલ સળગી ઉઠ્યો હતો. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. 


ગુજરાતમાં આજથી ઉંચકાશે ગરમીનો પારો, આ વર્ષે ભીષણ ગરમીની છે આગાહી


ગરમીથી બચવુ જરૂરી
જો તમે રોડ સાઈડ કોઈ જગ્યા પર ખુલ્લામાં બેસ્યા છો, અને તમારો ફોન ટેબલ રાખી દો છો, અને પછી કલાકો સુધી તેને ત્યાં મૂકો છો. તો સૂર્યની કિરણોને કારણે સ્માર્ટફોનમાં વધુ હીટ પકડાય છે. આ હીટને કારણે મોબાઈલની બેટરી પર પ્રેશર વધવા લાગે છે. થોડા સમય બાદ જ્યારે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, ત્યારે પ્રોસેસરની ગરમીથી તે વધુ ગરમ થઈ જાય છે. આવામાં સ્માર્ટફોન બ્લાસ્ટ થઈ શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આવુ ન બને તો ખુલ્લામાં સૂર્યની કિરણોના સીધા સંપર્કથી તમારા મોબાઈલને દૂર રાખો. 


 


તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે, સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત


કલાકો સુધી પોકેટમા ન રાખો
જો તમે કલાકો સુધી સ્માર્ટફોન પર્સમાં રાખો છો તો તે સંજોગોમાં પણ તે વધુ ગરમ થાય છે. જો તમારા પોકેટમાં અન્ય કોઈ સામાન હોય તો તે જલ્દીથી ગરમ થવા લાગે છે. એટલુ જ નહિ, અનેકવાર તો લોકો બેગમાં સામાનની સાથે સ્માર્ટફોન પણ મૂકી દે છે. તમે પણ આવુ કરો છો તો ચેતી જજો. કારણ કે, આવુ કરવાથી બેટરીને સ્ટીમ્યુલેટ કરે છે, જેથી સ્માર્ટફોન ફાટી જાય છે. 


આવુ કરવાથી બચવા માટે તમે ઉપરની ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. જેથી તમારો સ્માર્ટફોન નહિ ફાટે. કેટલાક સંજોગોમાં એવુ પણ બને છે કે લોકો મોબાઈલનો ખરાબ રીતે ઉપયોગ કરે છે. જો તમે ગેસની નજીક કે અન્ય કોઈ ગરમ મશીનની નજીક ફોન રાખો છો તો પણ મોબાઈલ ફાટવાની શક્યતા વધી જાય છે. શક્ય હોય તો કોઈ પણ ગરમ વસ્તુની પાસે મોબાઈલ રાખવો નહિ. જેથી તમારો સ્માર્ટફોન વધુ લાંબો સમય ચાલશે. 


કોરોના બાદ ઘર-ઘરમાં ઘૂસી ગઈ આ બીમારી, તમારું ઘર પણ બાકાત નહિ હોય