મુસ્તાક દલ/ જામનગર : શહેરમાં દિવાળીનો સમય આવી ગયો તેમ છતા મોબાઈલના વેપારીઓ નવરાધૂપ બેઠા છે. ખાસ કરીને બ્રાન્ડેડ મોબાઇલ કંપનીઓની એક ને ગોળને એકને ખોળની નીતિને લઈને કયાંક ને ક્યાંક વેપારીઓમાં તહેવારોના સમયમાં મંદીથી ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. જામનગરમાં મોબાઇલના વેપારીઓએ મોબાઇલની જુદી જુદી બ્રાન્ડેડ કંપનીઓના સાઇન બોર્ડ પર કાળું કપડું ઢાકી પોતાનો વિરોધ દર્શાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકો વસુલી શકશે પાર્કિંગ ચાર્જ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો ખાસ જાણો...
એક સમય હતો કે તહેવારો આવતાની સાથે જ મોબાઇલના વેપારીઓની દુકાનો ધમધમતી જોવા મળતી. પરંતુ હાલ ભારતમાં મોટી બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા મોબાઇલના વિક્રેતાઓ અને ઓનલાઈન કંપનીઓ વચ્ચે રાખવામાં આવતી ભેદભાવભરી નીતિને લઈને જામનગર સહિત જુદા જુદા શહેરોમાં મોબાઇલના વેપારીઓમાં માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં મોબાઇલ ડીલર એસો. દ્વારા તમામ વેપારીઓએ ભેગા થઈને બ્રાન્ડેડ કંપનીના સાઇન બોર્ડ પર કાળા કપડાં લગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો.
રાજકોટ : બીમારીથી કંટાળીને માતા-પુત્રએ ટ્રેન સામે આવીને મોત વ્હાલુ કર્યું
વિદ્યાર્થીઓની થઈ જીત : બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય


જ્યારે મોબાઈલ વિક્રેતાઓનું કહેવું છે કે બ્રાન્ડેડ મોબાઇલની કંપનીઓ દ્વારા ઓનલાઇન કંપનીઓને ખાસ તહેવારોના સમયમાં 20 થી 25 % જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જયારે આખું વર્ષ જે નાના મોટા વેપારીઓ મોબાઇલનું વેચાણ કરતા હોય છે તેને માત્ર 2 થી 5 % જેટલું ડિસ્કાઉન્ટ આપવાના કારણે ગ્રાહકોને ફાયદો ન આપી શકાતા સ્થાનિક વેપારીઓ નવરાધુપ બન્યા છે. બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા શા માટે એક ને ગોળ અને એક ને ખોળની નીતિ અપનાવવામાં આવી રહી છે. હાલ વેપારીઓને તહેવારોના સમયમાં પણ વેપારમાં મંદીથી બેરોજગારી વધી રહી છે. વેપારીઓની સ્થિતી કફોડી થઇ છે. એક સમય હતો કે તહેવારોમાં લોકો પરિવાર સાથે ખરીદી કરવા નિકળતા પરંતુ હાલ તો તહેવારોમાં પણ બજાર સુમસામ ભાસી રહી છે. ત્યારે જામનગર સહિત ઠેરઠેર જુદા જુદા શહેરોમાં વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.