ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં ચોરી, કોક મહેમાનનો મોબાઈલ ચોરી લઈ ગયું
Kunvarji Bavaliya : ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં આવેલા વેપારીનો મોંઘોદાટ ફોન ચોરાયો... શું કુંવરજી બાવળિયાના ઓફિસનો ચોર પોલીસ શોધી આપશે ખરો
Gandhinagar News : જો ગુજરાતના સરકારના મંત્રીઓને ત્યાં જ ચોરી થતી હોય તો પછી સામાન્ય નાગરિકોના ઘર ચોરો માટે સરળ ટાર્ગેટ બની રહે. હાલ ગાંધીનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં મંત્રી કુંવરજી બાવળિયાન ઓફિસમાં જ ચોરી થયાનો ઘાટ ઘડાયો છે. આ ઘટનાથી એવું કહી શકાય કે, ગાંધીનગરમાં મંત્રીમંડળની ઓફિસ પણ સુરક્ષિત નથી.
વેપારીનો બહાર મૂકાવાયેલો ફોન ચોરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઓફિસમાંથી મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે. ગત 18 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના એક વેપારી મંત્રી કુંવરજી બાવળિયાને મળવા આવ્યા હતા. મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓના મોબાઇલ ફોન બહાર મુકવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના કુડાસણમાં વેપાર કરતાં હમીરભાઈનો મોબાઇલની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ અંગે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં 28 હજારના મોબાઇલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
H-1B holders : વિઝાધારકો માટે અમેરિકાનો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી બદલાયો નિયમ
ધારાસભ્ય પીસી બરંડાના ઘરમાં થઈ હતી ચોરી
તાજેતરમાં જ રાજ્યના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઇસમોએ લૂંટ ચલાવી હોવાની ઘટનાને લઈ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. અજાણ્યા ઇસમોએ ધારાસભ્યના ગામડે આવેલ ઘરમાં ઘૂસી તેમની પત્નીને ઘરમાં જ બંધક બનાવી અને લૂંટ કરી હતી. આ તરફ હવે ઘટનાની જાણ થતાં MLA અને SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં ગણતરીના કલાકોમા ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે શું કુંવરજી બાવળિયાના ઓફિસનો ચોર પોલીસ શોધી આપશે ખરો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓની સમીક્ષા થશે. તેમજ માવઠાથી થયેલ નુકસાનીના સર્વે અંગે પણ ચર્ચાક રાશે. કોરોનાના વધતા કેસ અંગે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. કેબિનેટ બેઠકમાં આગામી બજેટ સત્રની તારીખ અંગે અને લોકસભા ચૂંટણી પહેલા વહેલા આવતા બજેટ સંદર્ભે પણ વાતો કરાશે.
ગુજરાતના માથે ફરી મોટી ઘાત : આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી