ઝી બ્યુરો/સુરત: JN1 ન્યુ વેરીએન્ટને લઈને સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટિમ સજ્જ થઇ છે. સુરતની સિવિલ, સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રિલનું આયોજન કરાયું છે, જ્યાં 193 હોસ્પિટલમાંથી દરરોજ માહિતી લેવાનું શરુ કરાયું છે. સીવીયર ખાસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરીગ અને ટ્રેકિંગ કરાશે અને જરૂર જણાય તો જીનોમ સિક્વસિંગ ટેસ્ટ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN1ને લઈને સાવધાન થઈ રહ્યું છે. સોમવારે કેન્દ્રમાંથી કોવિડ-19ના કેસોમાં થયેલા નવા વધારા અને નવા JN1 પેટા વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને રાજ્યોને એક એડવાઈઝરી જારી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેરળમાં ઓમિક્રોનના સબ-વેરિઅન્ટનો એક નવો મામલો સામે આવ્યો છે. જેથી સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ સજ્જ થઇ ગઈ છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવાના શરુ કરી દેવામાં આવ્યા છે. 


તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગના ફેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી. કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે. RT-PCR અને એન્ટિજેન પરીક્ષણોનો ભલામણ કરેલ હિસ્સો જાળવી રાખો. ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બિમારીના કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. 


આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપનું આયોજન
મંત્રાલયે RT-PCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને ભારતીય SARS CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) પ્રયોગશાળાઓને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ મોકલવા પણ કહ્યું છે. જેથી સમયસર નવા પ્રકારો શોધી શકાય. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટિમ પણ અત્યારથી જ તકેદારીના પગલાં લઇ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 


ઓકિસજન સપ્લાય કરનારનું પણ રીવ્યુ
આ ઉપરાંત સિવિલ, સ્મીમેર અને પીએસએ પ્લાન્ટ પર મોકડ્રિલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સીવીયર ખાસી, શરદી અને તાવના દર્દી પર મોનિટરીગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યા છે. જરૂર જણાય તો જીનોમ સિક્વસિંગ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. ઓકિસજન સપ્લાય કરનારનું પણ રીવ્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 193 હોસ્પિટલમાંથી માહિતી રોજેરોજ લેવામાં આવી રહી છે.