સમીર બલોચ/મોડાસા: મોડાસામાં આવેલી મેઘરજ ચોકડી પાસે એક એવી ઘટના બની કે સાંભળી તમારા હોશ ઉડી જશે. ઘટના એવી છે, કે મોડાસમાં એક યુવક ઝગડો જોવા ગયો અને ઝઘડામાં જ કુહાડીનો ઘા વાગવાને કારણે તેનું મોત થયું હતું. આ યુવકને ભુલથી કુહાડી વાગી હતી. અને તેને ઝઘડા જોવો ભારે પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય લોકોનો ઝઘડો જોવા ગયેલા યુવકને ઝઘડામાં ભૂલથી કુહાડી વાગતા તેને એકઠા થયેલા ટોળાએ ઘાયલ યુવકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને તેને સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાન જ તેનુમ મોત થતા પરિવારમાં આક્રંદ વ્યાપી ગયો હતો.


અમદાવાદ: નિકોલમાં ઉત્તરાયણ પહેલા યુવકનો દોરીના વાગતા થયો અકસ્માત


મહત્વનું છે, કે ઝઘડો થતા ભૂલમાં યુવકને છાતીના ભાગે કુહાડી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મોડાસા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે, કે આ ઝઘડો કોના વચ્ચે હતો અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે વ્યક્તિને પોલીસે પકડવા માટે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.