સમીર બલોચ/અરવલ્લી: લોકસભા ચુટણીની તારીખો જાહેર થતા જ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાને ટીકીટ મળે તે માટે લોબિંગ શરુ દીધું છે. જેને લઈ સાબરકાઠા લોકસભા સીટના કોંગ્રેસમાંથી પોતાને ટીકીટ મળે તે માટે અરવલ્લી મોડાસાના કોંગ્રેસ ધારસભ્ય રાજેન્દ્રસિહ ઠાકોર દિલ્હી ખાતે અહેમદ પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના સમર્થનમાં ભિલોડાના ધારસભ્ય અનીલ જોષીયારા પણ પહોચ્યા હતા. રવિવારે વહેલી સવારે મુલાકાત કરી મોડાસા પરત ફર્યા હતા. સાથે સાથે સાબરકાંઠા લોકસભા ઉપર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને પ્રાતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ પોતાને ટીકીટ મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે.


દ્વારકા ખાતે ફુલડોલની ઉજવણીમાં ભકતોનું ઘોડાપુર, ગુજ્યો જય રણછોડનો નાદ


આ લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજના વોટ વધારે હોય ઠાકોર સમાજના નેતા પોતાને ટિકિટ મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે. માટે જ લોકસભા ચૂંટણી માટે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારો ટીકીટ લેવા માટે સ્પષ્ટ કકળાટ દેખાઇ રહ્યો છે. ત્યારે કોગ્રેસના ઘવલસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ બારૈયા પણ ટીકીટની રેસમાં છે. ત્યારે આ બેઠક પર સાડા પાંચ લાખ કરતા પણ વધારે મતો ઠાકોર સમાજના હોવાથી કોંગ્રેસમાં પણ અસમંજસ જેવી સ્થિતિ છે.