મતદાન પહેલા મોડાસામાં કોંગ્રેસી કાર્યકર્તા અને પોલીસ વચ્ચે થઈ બબાલ
- મોડાસામાં મોડી રાત્રે બબાલની ઘટના બની છે. મોડી રાત્રે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું
સમીર બલોચ/અરવલ્લી :કોઈ પણ ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં માહોલ ગરમાતો હોય છે. નારાજગીના દોરમાં અનેકવાર ઘર્ષણ થતા હોય છે. મોડાસામાં મોડી રાત્રે બબાલની ઘટના બની છે. મોડી રાત્રે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બબાલમાં ABVP કાર્યકરો પર SFI ના સ્ટુડન્ટ સાથે મારામારીનો આક્ષેપ ઉઠ્યો હતો.
મોડાસાના સાંઈ મંદિર પાસે મોડી રાત્રે બબાલ થઈ હતી. કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ABVP કાર્યકરો પર SFI ના સ્ટુડન્ટ સાથે મારામારીનો આક્ષેપ ઉઠ્યો હતો. ત્યારે સ્ટુન્ડન્ટના બચાવમાં મોડાસામાં રોડ પર ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. કોંગ્રેસ અને સ્ટુન્ડન્ટ દ્વારા રોડ પાર બેસી ચક્કાજામ કરાયું હતું. મોડી રાત્રિની બબાલમાં પોલીસ સાથે કોંગી નેતાના ઘર્ષણની ઘટના બની હતી. કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા. મોડી રાત્રે કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહને જેલમાં પુરાયા હતા. મોડાસા અને બાયડના કોંગી ધારાસભ્ય પોલીસ મથકે પહોંચી ગયા હતા. માર્ક્સવાદી કાર્યકરો દ્વારા પોલીસ મથકે હોબાળો કરાયો હતો.
આ પણ વાંચો : મતદાનનું મહાકવરેજ જુઓ Live, આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ
તો બીજી તરફ, અરવલ્લીમાં આપ પાર્ટીને મતદાન પહેલા મોટો ઝાટકો લાગ્યો હતો. મોડાસાની સબલપુર તાલુકા પંચાયતના આપ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. દેવિકાબેન સુરેશભાઈ પટેલ નામના આપ ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. આપના ઉમેદવાર ભાજપનો ખેસ પહેરી પ્રચારમાં જોડાયા હતા.