સમીર બલોચ, મોડાસા : મોડાસા તાલુકાના અમરાપુર ગામની સીમમાં ચોંકાવનારી ઘટના બની છે. 6 જાન્યુઆરીના દિવસે અહીંના જંગલ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ગુમ થયેલી 20 વર્ષની દલિત પરિવારની દીકરીની લાશ લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક માહોલ ઉભો થયો હતો. આ યુવતીનું મોડાસાના કોલેજ રોડ પરથી અપહરણ થયું હતું જેના પગલે પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. અમરાપુર ગામના દલીત પરિવારની આ છાત્રા પાંચ દિવસ અગાઉ ગુમ થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું અને ભેદી સંજોગોમાં આ યુવતીની લાશ મળી આવતાં તેના મોત અંગે રહસ્ય સર્જાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રે કાળ બનીને આવેલા ડમ્પર ચાલકે 8થી વધુ વાહનોને અડફેડે લીધા, બેના મોત, બેને ગંભીર ઇજા


પોતાની દીકરીના કમોતના પગલે પરિવારજનો ભારે આઘાત અને આક્રોશ અનુભવી રહ્યા હતા. આ મામલામાં મૃતકના પરીવારજનોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરી લાશ ઉતારવાનો જ ધરાર ઈન્કાર કરી દેતાં સ્થળ ઉપર ભારે તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો. આ મોતનું રહસ્ય મોડે સુધી અકબંધ રહયું હતું અને પરીવારજનોએ આરોપીઓ વિરૂદ્ધ તાબડતોડ ગુનો નોંધવાની માંગ ઉગ્ર કરી હતી. યુવતીના મોત મામલે યુવતીના પરિવારજનો પોલીસ પાસે યુવતીના અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ વગર સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં નહિ આવતા પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં ન્યાય માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન આગળ આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા.


અનાથ દીકરીઓના માથા પર હાથ મુકનારના કોલરથી હજી દુર છે પોલીસ, સુરતના ચર્ચાસ્પદ મામલામાં નવો વળાંક


આ મામલો થાળે પાડવા માટે રેન્જ આઈજી મયંક ચાવડા તેમજ સાબરકાંઠા એસપી, અરવલ્લી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે બેઠક યોજી હતી અને આખરે યુવતીના પરિવારજનોના કહ્યા મુજબની ફરિયાદ લેવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ મામલામાં પોલીસે 4 આરોપીઓ સામે બળાત્કાર, અપહરણ અને હત્યાના ગુના સહિતની કલમોના આધારે ફરિયાદ નોંધી હતી જેના પગલે મૃતક યુવતીના પરિવારજનોએ અંદોલન સમેટી લીધું હતું. આખરે મામલો થાળે પડતા પેનલ ડોકટરોની ટીમ અને વિડીયોગ્રાફ સાથે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....