લાલજી પાનસુરિયા/આણંદ: શહેરના મધુવન ઓર્ગેનિક ફાર્મ દ્રારા છેલ્લા ત્રણ વર્ષની મહેનત બાદ આ વર્ષે દસથી બાર પ્રકારના એક્ઝોટીક એટલે કે યુરોપીયન શાકભાજી અને સલાડની ખેતી કરી હતી.  બે અઢી મહિનાના ટુંકા ગાળામાં સારી એવી આવક અને નામના મેળવી ચુક્યા છે. તેમા કોલાર્ડ, કેલ, સ્વીચચાર્ડ, લેડતુચ, લીક, ચાઇઝ, બ્રોકલી અને લાલ પાપડી જેવી અનેક વિદેશી શાકભાજીનુ વાવતેર કર્યું હતુ. ખાસ કરીને ચરોતરમાં વધારે વિદેશી મહેમાનો આવતા હોય ત્યારે ત્યા મળતી અને તેના જેવી ગુણવતાનું શાકભાજી મળતા તેવો ચોક્ક્સ કહે છે. અમે માનવા માટે ત્યાર નથી કે આ વસ્તુ અમને અહિંયા પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRD મુદ્દે 2 ખુબ જ ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની હાઇવોલ્ટેજ બેઠક પુર્ણ, આવશે અંતિમ નિર્ણય?


સામાન્ય રીતે આપણે ત્યા હજી સલાર્ડનુ મહત્વ એટલુ નથી, જેટલુ વિદેશમાં છે પણ છેલ્લા વર્ષોમાં લોકોમાં જાગૃતી આવવાથી અહિંયા પણ મોટી હોટલો અને ઘરોમાં લોકો સલાડ ખાતા થયા છે. તેને જ કારણે આજે મધુવન ઓર્ગેનિક ફાર્મ માત્ર થોડા સમયમાં મલ્ટીનેશનલ કંપનીઓ અને ઓર્ગેનિક સ્ટ્રોરમાં પોતાનો માલ વેચતા થયા છે.જેથી ખેડૂતો આધુનિક ખેતી તરફ તે ખુબ જ જરૂરી બન્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube