અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેટ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં સિંહના  સંવર્ધનને લઈને ચર્ચા કરવામા આવી હતી. સિંહના સંવર્ધનને લઈ વનમંત્રી ગણપત વસાવાએ મહત્વની  જાહેરાત કરી છે. સિંહના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર 351 કરોડ રૂપિયા આપશે. સાથે જ 100 કરોડના ખર્ચે સિંહોની  સારવાર માટે આધુનિક હોસ્પિટલ બનાવાશે. 100 વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક કરવામા આવશે. 8 જેટલા રેસ્ક્યુ  સેન્ટર બનાવાશે. આ ઉપરાંત 5 નવા સફારી પાર્કને પણ મંજૂરી આપી દેવાઈ છે. રાજ્ય સરકાર દેખરેખ રાખવા  ડ્રોન પણ ખરીદશે. ગીરમાં ઘાસના મેદાનો બનાવવાની પણ જાહેરાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહોના સંવર્ધન માટે સરકારે કરેલી મહત્વની જાહેરાત


  • સિંહ માટે 100 કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલ બનાવાશે

  • સિંહના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર આપશે 351 કરોડ રૂપિયા

  • ગીરમાં ઘાસના મેદાનો બનાવાશે

  • 8 જેટલા રેસ્ક્યુ સેન્ટર બનાવાશે

  • 5 નવા સફારી પાર્કને મંજૂરી આપવામા આવી

  • 100થી વધુ વન્ય પ્રાણી મિત્રની નિમણૂક કરાશે

  • સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં નિર્ણય

  • રાજ્ય સરકાર ડ્રોન પણ ખરીદશે